નવી દિલ્હીઃ કોગ્રેસના વચગાળાના રાષ્ટ્રીય અધ્યક્ષ સોનિયા ગાંધીની માતાનું નિધન થયું છે. કોગ્રેસ નેતા જયરામ રમેશે ટ્વિટ કરી આ જાણકારી આપી હતી. જયરામ રમેશે ટ્વિટ કરી જણાવ્યું હતું કે સોનિયા ગાંધીની માતા Paola Mainoનું ઇટાલીમાં 27 ઓગસ્ટ શનિવારના રોજ નિધન થયું હતું. ગઈકાલે અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા.










ઉલ્લેખનીય છે કે 24 ઓગસ્ટે કોંગ્રેસે એક નિવેદન જાહેર કરીને કહ્યું હતું કે સોનિયા ગાંધી તેમના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી સાથે વિદેશ જશે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી 23 ઓગસ્ટે તેમની બીમાર માતાને મળવા માટે રવાના થયા હતા. ઉલ્લેખનીય છે કે સોનિયા ગાંધી મેડિકલ તપાસ માટે હાલ વિદેશમાં છે. તેમના પુત્ર રાહુલ ગાંધી અને પુત્રી પ્રિયંકા ગાંધી પણ તેમની સાથે છે.


રાહુલ અને પ્રિયંકા છેલ્લા કેટલાક વર્ષોમાં ઘણી વખત ઇટાલીની મુલાકાતે ગયા છે. 2020 માં જ્યારે રાહુલ ગાંધીને તેમના વારંવારના વિદેશ પ્રવાસો પર કેટલીક ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો, ત્યારે પાર્ટીએ કહ્યું હતું કે તેઓ એક બીમાર સંબંધીની મુલાકાત લેવા ઇટાલીની ખાનગી મુલાકાતે છે.


 


Weight Loss Juice: ઇમ્યુનિટી બૂસ્ટ કરવાની સાથે વજન ઉતારતા આ ડ્રિન્કની જાણી લો રેસિપી


PM Modi Food Expenses: પીએમ મોદીના ભોજનનો ખર્ચ સરકાર નહીં પણ ખુદ ઉઠાવે છે, RTIમાં થયો મોટો ખુલાસો


Audi Q3 Premium Compact SUV: ઓડીએ ભારતમાં લોન્ચ કરી Q3 પ્રીમિયમ કોમ્પેક્ટ SUV, પ્રથમ 500 ગ્રાહકોને મળશે આ ખાસ સુવિધા


Saree Pics: ફિલ્મફેર એવોર્ડમાં વ્હાઇટ બૉલ્ડ સાડી પહેરીને પહોંચી ટીવીની આ હસીના, તસવીરો પર ફેન્સ ફિદા, જુઓ...