Manmohan Singh Death: પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનું 92 વર્ષની વયે નિધન થયું છે. તેમને એઈમ્સના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. તેમણે ટ્વિટર પર લખ્યું, "મનમોહન સિંહજીએ અપાર શાણપણ અને પ્રામાણિકતા સાથે ભારતનું નેતૃત્વ કર્યું. તેમની નમ્રતા અને અર્થશાસ્ત્રની ઊંડી સમજણએ રાષ્ટ્રને પ્રેરણા આપી. શ્રીમતી કૌર અને તેમના પરિવાર પ્રત્યે મારી હૃદયપૂર્વકની સંવેદના. મેં એક ગુરુ અને માર્ગદર્શક ગુમાવ્યા છે. " આપણાંથી લાખો લોકો તેમની પ્રશંસા કરતા હતા, તેમને ગર્વસાથે યાદ કરશે.”
રાહુલ ગાંધીએ આ વાત કહી હતી
વર્ષ 2020 માં, મનમોહન સિંહના 88માં જન્મદિવસ પર, રાહુલ ગાંધીએ Instagram પર લખ્યું હતું, "ભારત વડાપ્રધાન તરીકે ડૉ. મનમોહન સિંહની ગેરહાજરી અનુભવી રહ્યું છે. તેમની પ્રામાણિકતા, શિષ્ટાચાર અને સમર્પણ આપણા બધા માટે પ્રેરણાનો સ્ત્રોત છે. તેને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.
રાહુલ ગાંધીએ વટહુકમ ફાડ્યો ત્યારે મનમોહન સિંહે શું કહ્યું?
વર્ષ 2013માં રાહુલ ગાંધીએ 'કલંકિત સાંસદો અને ધારાસભ્યો' પર યુપીએ સરકાર દ્વારા લાવવામાં આવેલા વટહુકમને 'વાહિયાત' ગણાવીને ફાડી નાખ્યો હતો, ત્યારબાદ તેમણે તત્કાલિન વડાપ્રધાન મનમોહન સિંહને આ અંગે કહ્યું હતું, હું આ અંગે રાહુલ ગાંધી સાથે વાત કરીશ. અને હું જાણવાની કોશિશ કરીશ કે તેમની નારાજગીનું કારણ શું છે અને તેમણે કયા સંજોગોમાં આવા નિવેદનો કર્યા છે."
ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહન સિંહનું દિલ્હીમાં નિધન થયું છે. આજે તેમની તબિયત ગુરુવારે (26 ડિસેમ્બર 2024) બગડી હતી. આ પછી તેમને એમ્સના ઈમરજન્સી વિભાગમાં દાખલ કરવામાં આવ્યા હતા. નજીકના સૂત્રોના જણાવ્યા અનુસાર, શ્વાસ લેવામાં તકલીફ અનુભવ્યા બાદ તેમને એઈમ્સમાં લઈ જવામાં આવ્યા હતા જ્યાં તેમણે અંતિમ શ્વાસ લીધા છે.
ડૉ.મનમોહન સિંહ 2004 થી 2014 સુધી ભારતના વડાપ્રધાન હતા. આ પહેલા તેઓ ભારતના નાણા મંત્રી અને નાણા સચિવ પણ રહી ચુક્યા છે. નરસિમ્હા રાવની સરકાર દરમિયાન અર્થવ્યવસ્થાના ઉદારીકરણમાં તેમણે મહત્વની ભૂમિકા ભજવી હોવાનું માનવામાં આવે છે.
આ પણ વાંચો....