Congress Working Committee: શનિવારે કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC) અને પાર્ટી સંસદીય દળની બેઠક યોજાઈ હતી. આ દરમિયાન રાહુલ ગાંધીને વિપક્ષના નેતા બનાવવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ વર્કિંગ કમિટી (CWC)ના સભ્યોએ એક ઠરાવ પસાર કર્યો છે કે રાહુલ ગાંધીને લોકસભામાં પાર્ટીના નેતા તરીકે નિયુક્ત કરવામાં આવે.










CWCની બેઠક પછી કોંગ્રેસના રાજ્યસભા સાંસદ પ્રમોદ તિવારીએ કહ્યું કે રાહુલ ગાંધીએ ચોક્કસપણે લોકસભામાં વિપક્ષના નેતા બનવું જોઈએ. તેમણે કહ્યું કે આ અમારી વર્કિંગ કમિટીની વિનંતી હતી. તેઓ નીડર અને હિંમતવાન છે. આ સાથે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ કોંગ્રેસ પાર્ટીના નેતા કે.સી. વેણુગોપાલે કહ્યું કે હવે કોંગ્રેસ પાર્ટીનું પુનરુત્થાન શરૂ થઈ ગયું છે. આ CWCની ભાવના છે.






રાહુલ ગાંધી દેશની જનતાનો અવાજ બન્યાઃ નાના પટોલે


કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ મહારાષ્ટ્ર કોંગ્રેસના અધ્યક્ષ નાના પટોલેએ કહ્યું કે અમારી વર્કિંગ કમિટીની ઈચ્છા છે કે રાહુલ ગાંધી વિપક્ષના નેતા અને દેશની જનતાનો અવાજ બને. જેના આધારે તેઓને જનતા સમક્ષ સત્ય લાવવાની તાકાત મળશે.






આ સાથે કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક બાદ કોંગ્રેસ પાર્ટીના નેતા કે.સી. વેણુગોપાલે કહ્યું કે હવે કોંગ્રેસ પાર્ટીનું પુનરુત્થાન શરૂ થઈ ગયું છે. આ CWCની ભાવના છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ વર્કિંગ કમિટીએ સર્વસંમતિથી રાહુલ ગાંધીને લોકસભામાં વિપક્ષના નેતાનું પદ સંભાળવા વિનંતી કરી છે. સંસદની અંદર આ અભિયાનનું નેતૃત્વ કરવા માટે રાહુલ ગાંધી સૌથી યોગ્ય વ્યક્તિ છે.