Corona And Vocal Cord: ભારતમાં ફરી એકવાર કોરોના પગપેસારો કરીને આગળ વધી રહ્યો છે, દેશમાં કોરોનાનું ઇન્ફેક્શન ખૂબ જ ખતરનાક બની રહ્યું છે. કૉવિડ 19 ઇન્ફેક્શન જે અત્યાર સુધી કેટલાય રોગો માટે ખતરો બની રહ્યો છે, તે હવે તમારો અવાજ પણ છીનવી શકે છે. તાજેતરમાં થયેલા એક અભ્યાસમાં ચોંકાવનારી વાત સામે આવી છે. વૈજ્ઞાનિકોએ શોધી કાઢ્યું છે કે કોરોના ચેપ માત્ર સ્વાદ અને ગંધ જ નહીં પરંતુ ગળાનો અવાજ પણ છીનવી શકે છે. કૉવિડ-19ને કારણે વૉકલ કૉર્ડ પેરાલિસિસનો પહેલો કેસ પણ સામે આવ્યો છે. જાણો શું કહે છે નવો અભ્યાસ...


અવાજ માટે કેટલો ખતરનાક છે કોરોના 
અમેરિકામાં મેસેચ્યૂસેટ્સ આંખ અને કાનની હૉસ્પિટલના સંશોધકોએ શોધી કાઢ્યું છે કે કોરોના ચેપ નર્વસ સિસ્ટમ સંબંધિત અથવા ન્યૂરોપેથિક સમસ્યાઓનું કારણ બની શકે છે. આ કારણોસર વૉકલ કૉર્ડ એટલે કે અવાજની નળીમાં લકવોનો કેસ જોવા મળ્યો છે. પેડિયાટ્રિક્સ જર્નલમાં પ્રકાશિત એક અભ્યાસ અહેવાલમાં કોરોનાને કારણે થતી અન્ય ગંભીર સમસ્યાઓ વિશે ચેતવણી આપવામાં આવી છે.


કોરોનાથી છીનવાઇ શકે છે બાળકોનો અવાજ 
અહેવાલો અનુસાર, SARS-CoV-2 વાયરસના ચેપના થોડા દિવસો પછી, 15 વર્ષની છોકરીને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. જ્યારે તેણીને હોસ્પિટલમાં લઈ જવામાં આવી, ત્યારે તપાસમાં જાણવા મળ્યું કે નર્વસ સિસ્ટમ પર કૉવિડની આડઅસરને કારણે છોકરીને વૉકલ કોર્ડ -ગળાની નળીમાં પેરાલિસિસ છે. તેને પહેલેથી જ અસ્થમા અને ચિંતાની સમસ્યા હતી. સંશોધકોએ જણાવ્યું હતું કે આ કેસની એન્ડોસ્કોપિક તપાસમાં તેના વોઈસ બોક્સમાં મળેલી બંને વોકલ કોર્ડમાં સમસ્યાઓ જોવા મળી હતી.


વૉકલ કૉર્ડ પેરાલિસિસનો પહેલો કેસ 
આ અભ્યાસના લેખકોનું કહેવું છે કે કોવિડ-19ની શરૂઆત પછી આ ઉંમરે વોકલ કોર્ડ પેરાલિસિસનો આ પહેલો કેસ છે. જો કે, આ પ્રકારની સમસ્યા પુખ્ત વયના લોકોમાં પહેલા જોવા મળી છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલના પ્રોફેસર ક્રિસ્ટોફર હાર્ટનિક કહે છે કે કોરોના ચેપથી માથાનો દુખાવો, હાર્ટ એટેક અને પેરિફેરલ ન્યુરોપથી જેવી ઘણી ન્યુરોલોજીકલ સમસ્યાઓ થઈ શકે છે. આ દર્શાવે છે કે કોરોના વાયરસને કારણે વોકલ કોર્ડ પેરાલિસિસનું જોખમ હોઈ શકે છે. તેથી, તેને ગંભીરતાથી લેવું જોઈએ અને સમયસર સારવાર કરવી જોઈએ.


Disclaimer: આ આર્ટિકલમાં દર્શાવેલી વિધી, પદ્ધતિઓ અને સૂચનો લાગુ કરતાં પહેલાં કૃપા કરીને ડૉક્ટર અથવા સંબંધિત નિષ્ણાતની સલાહ લો.