Coronavirus Today: મંગળવારે દેશમાં 125 દિવસ બાદ કોરોના વાયરસના સૌથી ઓછા 30,093 નવા કેસ નોંધાયા હતા. પંરતુ બુધવારે ફરીથી એક વખત 40 હજારથી વધારે કેસ નોંધાયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં નવા 42,015 નવા કોરોનાના કેસ આવ્યા છે અને 3998 લોકોના મોત થયા છે. જ્યારે વિતેલા 24 કલાકમાં 36977 લોકો કોરોનાથી ઠીક થાય છે એટલે કે એક્ટિવ કેસ 1040 વધ્યા છે.


નોંધનીય છે કે એક દિવસ પહેલાના 30 હજાર કેસની સાથે બુધવારે કોરોનાના નવા કેસની સંખ્યા 40 ટકા વધીને 42 હજારે પહોંચી ગઈ છે. જ્યારે મોતનો આંકડો દસ ગણો વધી ગયો છે. ગઈકાલે એક દિવસમાં મોતનો આંકડો 374 હતો જે આ આજે દસ ગણા જેટલો વધીને 3998 આવ્યો છે. મોતનો આંકડામાં આટલો મોટો ઉછાળો આવાવનું કારણ મહારાષ્ટ્ર છે. કારણ કે મહારાષ્ટ્ર સરકારે પોતાના રાજ્યમાં જે મોતનો આંકડો 3509 આપ્યો છે. આ આંકડો રાજ્ય સરકારે સુધારો કર્યા બાદ બહાર પાડ્યો છે. આમ આજે જે મોતનો 3998નો જે આંકડો આવ્યો છે તેમાંથી 3509 મોત માત્ર મહારાષ્ટ્રમાંથી જ છે જ્યારે 489 મોત દેશના અન્ય રાજ્યોમાં થયા છે.


દેશમાં કોરોનાની સ્થિતિ


કુલ કેસ: 3,12,16,337


એક્ટિવ કેસ: 4,07,170


કુલ રિકવર: 3,03,90,687


કુલ મોત: 4,18,480


કુલ રસીકરણ: 41,54,72,455


41 કરોડથી વધારે રસીના ડોઝ આપવામાં આવ્યા


સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર 20 જુલાઈ સુધીમાં દેશભરમાં 40 કરોડ 54 લાખ કોરોના રસીના ડોઝ આપવામાં આવ્યા છે. ગઈકાલે 34 લાખ 25 હજાર રસીના ડોઝ આપવામાં આવ્યા. જ્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ અનુસાર, અત્યાર સુધી 44 કરોડ 91 લાખ કોરોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. વિતેલા દિવસે 18.52 લાખ કોરોના સેમ્પલ ટેસ્ટ કરવામાં આવ્યા, જેનો પોઝિટિવીટી રેટ 3 ટકાથી ઓછો છે.


દેશમાં કોરોનાથી મૃત્યુ દર 1.33 ટકા છે જ્યારે રિકવરી રેટ 97 ટકાથી વધારે છે. એક્ટિવ કેસ 1.30 ટકા છે. કોરોના એક્ટિવ કેસ મામલે વિશ્વમાં ભારત સાતમાં સ્થાન પર છે. કુલ સંક્રમિતોની સંખ્યાના મામલે ભારત બીજા નંબર પર છે. જ્યારે અમેરિકા, બ્રાઝીલ બાદ સૌથી વધારે મોત ભારતમાં થયા છે.


ગુજરાતમાં કોરોના કેસ


ગુજરાતમાં કોરોનાના (Gujarat Corona Cases) કેસ ઘટી રહ્યા છે. છેલ્લા થોડા દિવસોથી એક પણ જિલ્લામાં ડબલ ડિજિટમાં કેસ નથી નોંધાયો. રાજ્યમાં કોરોનાની બીજી લહેરમાં (Coronavirus Second Wave) નવા કેસમાં સતત ઘટાડો છે. રાજ્યના ઘણા જિલ્લામાં શૂન્ય કેસ છે. રાજ્યમાં ગઈકાલે કોરોનાના નવા 29 કેસ નોંધાયા છે. દરમિયાન 24 કલાકમાં 61 દર્દીએ કોરોનાને માત આપી છે. જેને પગલે રાજ્યનો રિક્વરી રેટ (Recovery Rate) સુધરીને 98.73 ટકા થયો છે.


અમદાવાદ શહેરમાં 6, સુરત શહેરમાં 4, વડોદરામાં 4, વડોદરા કોર્પોરેશનમાં 3, દાહોદમાં 2, જામનગરમાં 2, બનાસકાંઠા, ડાંગ, ગીર સોમનાથ, જુનાગઢ, કચ્છ, નવસારી, સાબરકાંઠા, સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયો છે. જ્યારે


અમદાવાદ, અમરેલી, આણંદ, અરવલ્લી, ભરૂચ, ભાવનગર, ભાવનગર કોર્પોરેશન, બોટાદ, છોટા ઉદેપુર, દેવભૂમિ દ્વારકા, ગાંધીનગર, ગાંધીનગર કોર્પોરેશન, જુનાગઢ કોર્પોરેશન, ખેડા, મહીસાગર, મહેસાણા, મોરબી, નર્મદા, પંચમહાલ, પાટણ, પોરબંદર, રાજકોટ, રાજકોટ કોર્પોરેશન, સુરત, વલસાડ અને તાપીમાં એક પણ કેસ નોંધાયો નથી.