Coronavirus Cases in Delhi: દિલ્હીમાં કોરોનાને કારણે વધુ એક મૃત્યુના સમાચાર સામે આવ્યા છે. 65 વર્ષીય એક વૃદ્ધનું મોત થયું છે.વૃદ્ધ વ્યક્તિ મોઢાના કેન્સર અને કિડનીની બીમારીથી પીડાતા હતા. દિલ્હીમાં 620 સક્રિય કોરોના દર્દીઓ છે અને 13 લોકોના મોત થયા છે.

15 જૂને  પહેલી વાર કોરોનાને કારણે એક જ દિવસમાં ત્રણ લોકોના મોત થયા હતા. અત્યાર સુધી દિલ્હીમાં કોરોનાને કારણે 11લોકોના મોત થયા હતા. મૃત્યુ પામેલા ત્રણ લોકોમાં બે મહિલાઓ અને એક પુરુષનો સમાવેશ થાય છે. 57  વર્ષીય મહિલાને ડાયાબિટીસ અને ફેફસાની સમસ્યા હતી. 57 વર્ષીય પુરુષને ડાયાબિટીસ અને ફેફસાની સમસ્યા હતી. જ્યારે,  83 વર્ષીય મહિલાને ડાયાબિટીસ, હાઈ બ્લડ પ્રેશર અને ફેફસાની સમસ્યા હતી.

જોકે, ત્રણ દિવસથી એક્ટિવ  કોરોના દર્દીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા શનિવારે, સક્રિય દર્દીઓની સંખ્યા ઘટીને 672 થઈ ગઈ. કોઈ નવો કેસ પણ નોંધાયો ન હતો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કોવિડ ડેશબોર્ડ અનુસાર, 24 કલાકમાં 212 દર્દીઓએ કોરોનાને હરાવ્યો. 1 જાન્યુઆરીથી દિલ્હીમાં 1960 કોરોના દર્દીઓ નોંધાયા છે, જેમાંથી 11 દર્દીઓના મોત થયા છે. દેશમાં કુલ કોરોના કેસોમાં દિલ્હી બીજા ક્રમે છે.

જોકે, ત્રણ દિવસથી એક્ટિવ  કોરોના દર્દીઓમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગયા શનિવારે, એક્ટિવ દર્દીઓની સંખ્યા ઘટીને 672 થઈ ગઈ. કોઈ નવો કેસ પણ નોંધાયો ન હતો. આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના કોવિડ ડેશબોર્ડ અનુસાર, 24 કલાકમાં 212 દર્દીઓએ કોરોનાને હરાવ્યો. 1 જાન્યુઆરીથી દિલ્હીમાં 1960 કોરોના દર્દીઓ નોંધાયા છે, જેમાંથી 11 દર્દીઓના મોત થયા છે. દેશમાં કુલ કોરોના કેસોમાં દિલ્હી બીજા ક્રમે છે.

કેટલો ખતરનાક છે આ સ્ટ્રેન

નવા પ્રકારો સામાન્ય રીતે ઝડપથી ફેલાય છે, પરંતુ તે પહેલા જેટલા ઘાતક નથી હોતા. વૃદ્ધો, સગર્ભા સ્ત્રીઓ, નાના બાળકો અને પહેલાથી જ રોગો ધરાવતા લોકો સૌથી વધુ જોખમમાં હોય છે. આ કેસ હળવા લક્ષણોથી શરૂ થઈ શકે છે અને ગંભીર શ્વસન સમસ્યાઓ તરફ આગળ વધી શકે છે.

કોરોનાના સામાન્ય લક્ષણો

તાવ અથવા શરદી

સૂકી ઉધરસ

ગળામાં દુખાવો

માથાનો દુખાવો અને શરીરમાં દુખાવો

થાક અને નબળાઈ

ગંધ કે સ્વાદ જાણવાની ક્ષમતા ગુમાવવી

શ્વાસ લેવામાં તકલીફ

જાણો શું કહે છે આરોગ્ય નિષ્ણાતો

આરોગ્ય નિષ્ણાતો કહે છે કે, ચેપના વધતા જતા કેસોથી ગભરાવાની કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. જોકે, શરદીની સાથે શ્વાસ લેવામાં તકલીફથી પીડાતા દર્દીઓએ ડૉક્ટરનો સંપર્ક કરવો જોઈએ અને પોતાની તપાસ કરાવવી જોઈએ. મોટાભાગના લોકો ઘરે રહીને સ્વસ્થ થઈ રહ્યા છે, તેથી ચેપના કિસ્સામાં પણ વધુ ચિંતા કરવાની કે હોસ્પિટલ જવાની જરૂર નથી.