Covid 19 Cases In India: ભારત જોડો યાત્રાને સમાપ્ત કરવાની વાત કરતા પત્ર પર થયેલા હોબાળા વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ કોરોના મહામારીને લઈને એક ટ્વિ કર્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે આજે તેમણે આ અંગે અધિકારીઓ અને નિષ્ણાતો સાથે બેઠક કરી હતી. જેમાં અનેક નિર્ણયો લેવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે અગાઉ માંડવિયાએ રાહુલ ગાંધીને પત્ર લખીને કહ્યું હતું કે ભારત જોડો યાત્રાને સમાપ્ત કરવા પર વિચાર કરવો જોઈએ, આમાં કોરોના પ્રોટોકોલનું પાલન કરવામાં આવી રહ્યું નથી.


હવે પોતાના ટ્વિટમાં કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રીએ ઉચ્ચ સ્તરીય બેઠકનો ઉલ્લેખ કરતા લખ્યું, "વિશ્વના ઘણા દેશોમાં ઝડપથી વધી રહેલા કોરોના કેસોને ધ્યાનમાં રાખીને અધિકારીઓ અને નિષ્ણાતો સાથે સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી. કોરોનાનો અંત આવ્યો નથી. તેમ છતાં મેં દરેકને સાવચેત રહેવા અને દેખરેખ વધારવા માટે સતત કામ કરવાની સૂચના આપી છે. અમે કોઈપણ પરિસ્થિતિનો સામનો કરવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ."


આ બેઠક બાદ નીતિ આયોગના સભ્ય વીકે પોલે કોરોના વિશે માહિતી આપતા કહ્યું કે માત્ર 27-28% લોકોએ જ પ્રીકોઝન ડોઝ લીધો છે. અમે અન્ય લોકોને, ખાસ કરીને વરિષ્ઠ નાગરિકોને સાવચેતીનાં પગલાં લેવાની અપીલ કરીએ છીએ. પ્રીકોઝન ડોઝ ફરજિયાત છે અને બધા માટે સૂચવવામાં આવે છે.






બેઠકમાં આ મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી


સૂત્રોના જણાવ્યા અનુસાર કેન્દ્ર સરકારની આ બેઠકમાં ઘણા મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી હતી. જેમાં અતિ મહત્વના આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક એરપોર્ટ પર દેખરેખ વધારવાની વાત કરવામાં આવી હતી. વિદેશથી આવતા લોકોની કડક તપાસ કરવા અને નવા વેરિઅન્ટની ઓળખ માટે તમામ પ્રકારની સુવિધાઓ આપવાનું પણ કહેવામાં આવ્યું હતું.