Covid-19 in India: ભારતમાં કોવિડ-19ના એક્ટિવ કેસમાં ઘટાડો થઈ રહ્યો છે. શનિવારે દેશમાં 1 લાખ 27 હજાર 952 કેસ નોંધાયા છે. જે શુક્રવાર કરતા લગભગ 14 ટકા ઓછા છે. પોઝિટિવિટી રેટ ઘટીને 7.9 ટકા થયો હતો. કોરોનાના એક્ટિવ કેસ કુલ ચેપના લગભગ 3.16 ટકા છે. જ્યારે દેશમાં કોવિડ-19 રિકવરી રેટ ઘટીને 95.64 ટકા પર આવી ગયો છે. કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર, કોવિડ-19ના એક્ટિવ કેસની સંખ્યા ઘટીને 13 લાખ 31 હજાર 648 થઈ ગઈ છે. કેરળ સહિત દેશના અન્ય કેટલાક રાજ્યોમાં હજુ પણ સક્રિય કેસની સંખ્યા એક લાખથી વધુ છે.
કયા રાજ્યોમાં કોરોનાના કેટલા એક્ટિવ કેસ છે
- કેરળ - 3,78564
- તમિલનાડુ - 1,77,999
- કર્ણાટક - 1,77,276
- મહારાષ્ટ્ર - 1,77,131
- આંધ્ર પ્રદેશ - 1,00,622
- ગુજરાત - 69,187
- રાજસ્થાન - 58,603
- મધ્ય પ્રદેશ - 53,951
ફેબ્રુઆરીમાં સતત પાંચમા દિવસે એક હજારથી વધુ મોત
ભારતમાં જાન્યુઆરીની શરૂઆતથી કોરોનાના કેસ તીવ્ર ગતિએ વધી રહ્યા હતા પરંતુ છેલ્લા થોડા દિવસોથી ઘટી રહ્યા છે. દેશમાં કોરોનાના નવા કેસ સૌથી વધુ કેરળ, તમિલનાડુમાં સામે આવી રહ્યા છે. ફેબ્રુઆરીના સતત પાંચમાં દિવસે એક હજારથી વધારે મોત નોંધાયા છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે જણાવ્યા મુજબ, છેલ્લા 24 કલાકમાં નવા 1,27,952 કેસ નોંધાયા છે અને 1059 લોકોના મોત થયા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં2,30,814 સંક્રમિતો સાજા થયા છે. દેશમાં દેશમાં કુલ એક્ટિવ કેસની સંખ્યા 1331648 પર પહોંચી છે.
- કુલ એક્ટિવ કેસઃ 13,31,648
- કુલ ડિસ્ચાર્જઃ 4,02,47,902
- કુલ મૃત્યુઆંકઃ 5,01,114
- કુલ રસીકરણઃ 168,98,17,199 (જેમાંથી ગઈકાલે 47,53,081 ડોઝ આપવામાં આવ્યા હતા.)
5 લાખથી વધુ મોતના કેસમાં ભારત ત્રીજા ક્રમે
ભારતમાં કોરોનાની ત્રીજી લહેર ઓસરી રહી હોવા છતાં દૈનિક મોતના આંકડા ચિંતાજનક રીતે સતત વધી રહ્યા છે. દેશમાં શુક્રવારે કોરોનાથી ૨૪ કલાકમાં ૧,૦૭૨ દર્દીઓના મોત નીપજ્યાં હતા. આ સાથે મૃત્યુઆંક પાંચ લાખને પાર કરી ગયો છે. દુનિયામાં અમેરિકા (૯.૨૦ લાખ) અને બ્રાઝિલ (૬.૩૦ લાખ) પછી ભારતમાં કોરોનાથી સૌથી વધુ દર્દીઓનાં મોત થયા છે.