Corona Case Update: દુનિયાની સાથે સાથે હવે ભારતમાં પણ કોરોના એકવાર ફરીથી એન્ટ્રી કરી લીધી છે, અને આ વાતનો પુરાવો છેલ્લા 24 કલાકના કેસો પરથી મળે છે, ખરેખરમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના કેસોમાં સતત વધારો નોંધાયો છે, જે ભારત જેવા દેશ માટે ખતરાની ઘંટડી સમાન છે, કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 268 નવા કેસો નોંધાયા છે, જે ખરેખરમાં ભારત માટે નુકશાનકારક સાબિત થઇ શકે છે, એક રિપોર્ટ પ્રમાણે આ કેસોમાં સતત વધારો થશે અને જાન્યુઆરી મહિનામાં ફરી એકવાર ભયાનક સ્થિતિ જોવા મળી શકે છે.  


કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય અનુસાર, દેશમાં છેલ્લા 24 કલાકમાં 268 નવા કેસો નોંધાયા છે, જે છેલ્લા બે દિવસની સરખામણીમાં વધુ છે, 28 ડિસેમ્બરે દેશમાં કોરોનાના 188 કેસો સામે આવ્યા હતા, દેશમાં અત્યારે એક્ટિવ કેસોની સંખ્યા 3,552 થઇ ગઇ છે, છેલ્લા 24 કલાકમાં વેક્સીનની 99,231 ડૉઝ આપવામા આવી છે. 


રસીકરણ અભિયાન અંતર્ગત અત્યાર સુધીમાં કુલ 220.08 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. રિકવરી રેટ 98.8 ટકા છે. છેલ્લા 24 કલાકમાં કુલ 188 લોકોએ કોરોનાને હરાવ્યો છે. હવે રિકવરીની કુલ સંખ્યા વધીને 4,41,43,665 થઈ ગઈ છે. હાલમાં, દેશમાં દૈનિક પોઝિટીવીટી દર 0.11 ટકા છે અને સાપ્તાહિક પોઝિટીવીટી દર 0.17 ટકા છે. અત્યાર સુધીમાં કુલ 91.04 કરોડ ટેસ્ટ કરવામાં આવ્યા છે. તે જ સમયે, છેલ્લા 24 કલાકમાં 2,36,919 પરીક્ષણો કરવામાં આવ્યા હતા.


જાન્યુઆરીમાં કોરોનાનું જોખમ વધી શકે છે  -
ચીનમાં કોરોનાથી ચાલી રહેલા આક્રોશ વચ્ચે કોવિડને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. સરકાર સાથે જોડાયેલા સૂત્રોએ જણાવ્યું છે કે જાન્યુઆરીમાં કોરોના વાયરસ (કોવિડ-19)ના કેસમાં ઝડપથી વધારો થઈ શકે છે. ભારતમાં જાન્યુઆરીમાં કોરોનાની લહેર જોવા મળી શકે છે. સૂત્રોનું માનીએ તો આગામી 40 દિવસમાં ખતરો વધી શકે છે. હાલમાં ભારતમાં કોરોનાની સ્થિતિ સામાન્ય છે.