બલરામપુરઃ ઉત્તરપ્રદેસના બલરામ પુર જિલ્લામાં રાપ્તી નદીમાં કૉવિડ સંક્રમિત એક વ્યક્તનો મૃતદેહ ફેંકવાનો વીડિયો વાયરલ થયો છે. મામલો સામે આવ્યા બાદ પોલીસ સ્ટેશનમાં કેસ નોંધાવવામાં આવ્યો છે. મુખ્ય ચિકિત્સા અધિકારી (સીએમઓ) ડૉ. વિજય બહાદુર સિંહે રવિવારે જણાવ્યુ કે, રાપ્તી નદીમાં ફેંકવામાં આવેલો મૃતદેહ સિદ્વાર્થનગર જિલ્લાના શોહરતગઢના રહેવાસી પ્રેમનાથ મિશ્રનો છે.  


સારવાર દરમિયાન થયુ મોત....
ડૉ. વિજય બહાદુર સિંહે જણાવ્યુ કે, 25 મેએ કોરોના સંક્રમિત હોવાથી પ્રેમનાથ મિશ્રને હૉસ્પીટલમાં ભરતી કરાવવામાં આવ્યા હતા, અને 28 મેએ સારવાર દરમિયાન તેનુ મૃત્યુ થઇ ગયુ હતુ. સીએમઓએ જણાવ્યુ કે કૉવિડ પ્રૉટોકોલ અંતર્ગત પ્રેમનાથ મિશ્રના મૃતદેહને તેમના પરિવારનો સોંપી દેવામાં આવ્યો હતો. મુખ્ય ચિકિત્સા અધિકારીએ જણાવ્યુ કે વાયરલ વીડિયોમાં મૃતદેહને રાપ્તી નદીમાં ફેંકતા દેખી શકાય છે, અને આ આ સંબંધમાં પોલીસ સ્ટેશનમાં નોંધાવી દીધો છે. મામલાના તપાસ પણ ચાલી રહી છે. 



સિસઇ ઘાટ પુલની છે ઘટના.....
વાયરલ વીડિયોમાં બે યુવક એક મૃતદેહને પુલ પરથી રાપ્તી નદીમાં ફેંકતા દેખાઇ રહ્યાં છે. મૃતદેહ ફેંકનારા બે યુવકોમાંથી એક પીપીઇ કિટ પહેરેલો દેખાઇ રહ્યો છે. ઘટના લૉકલ પોલીસ વિસ્તાર રાપ્તી નદી પર બનેલા સિસઇ ઘાટ પુલની બતાવવામાં આવી રહી છે. હાલ કેસ નોંધીને આગળની તપાસ ચાલુ કરવામાં આવી છે.