દેશમાં અત્યાર સુધી 11 લાખ, 45 હજાર 629 લોકોના સ્વસ્થ થયા છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 54, 736 નવા કેસ સામે આવ્યા છે અને 853 લોકોના મોત થયા છે.
કોરોના સંક્રમિતોની સંખ્યા પ્રમાણે ભારત વિશ્વનો ત્રીજો સૌથી વધુ પ્રભાવિત દેશ છે. અમેરિકા, બ્રાઝિલ બાદ કોરોના મહામારીથી સૌથી વધારે ભારત પ્રભાવિત છે. પરંતુ જો પ્રતિ 10 લાખ વસ્તી પર સંક્રમિત કેસ અને મૃત્યુદરની વાત કરીએ તો અન્ય દેશોની તુલનામાં ભારતની સ્થિતિ વધુ સારી છે. ભારત કરતા અમેરિકા બ્રાઝીલમાં વધુ કેસ છે.
દેશમાં હાલમાં 5 લાખ 67 હજાર 730 એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં સૌથી વધારે એક્ટિવ કેસ છે. મહારાષ્ટ્રમાં દોઢ લાખથી વધારે એક્ટિવ કેસ છે. જે પછી તમિલાનાડુ, દિલ્હી, ગુજરાત અને પશ્ચિમ બંગાળમાં એક્ટિવ કેસની સંખ્યા વધારે છે. એક્ટિવ કેસ મામલે ભારત વિશ્વમાં ચોથા ક્રમે છે.