નવી દિલ્હીઃ એક માર્ચથી રસીકરણનો બીજો તબક્કો શરૂ થયો છે. જેમાં 60 વર્ષથી વધુ ઉંમરના લોકો અને ગંભીર બીમારી હોય તેવા 45 વર્ષથી વધુની ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. આ રસી સરકારી હોસ્પિટલમાં ફ્રીમાં અને ખાનગી હોસ્પિટલમાં 250 રૂપિયામાં એક ડોઝ આપવામાં આવે છે. બીજી તબક્કામાં સૌથી રસપ્રદ વાત એ સામે આવી છે કે એક જ દિવસમાં 74 ટકા લોકોએ ખાનગી હોસ્પિટલમાં રસી લીધી છે.


સરકારી આંકડા અનુસાર, રાજધાની દિલ્હીમાં મંગળવારે 11,655 લોકોને રસી આપવામાં આવી. તેમાંથી 74 ટકા લોકોએ ખાનગી હોસ્પિટલમાં રસી લીધી. સરકારી હોસ્પિટલમાં માત્ર 3063 લોકોએ જ રસી લીધી. અધિકારીઓ અનુસાર, આવું એટલા માટે પણ થઈ શકે છે કારણ કે દિલ્હીમાં મોટાભાગના રસીકરણ સ્થળ ખાનગી હોસ્પિટલમાં છે. દિલ્હીમાં 308 રસીકરણ સ્થળમાંથી 136 સ્થળ ખાનગી હોસ્પિટલમાં છે. જ્યારે માત્ર 56 સરકારી હોસ્પિટલમાં રસીકરણ થશે. એક કારણ પણ હોઈ શકે કે વૃદ્ધો ખાનગી હોસ્પિટલમાં વધારે સુવિધા મળવાને કારણે જવાનું પસંદ કરે છે.

50 લાખ લોકોએ કો-વિન પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરાવ્યું

કેન્દ્ર સરકારે મંગળવારે કહ્યું કે, કોવિડ-19 રસીકરણા ત્રીજા તબક્કા માટે કો વિન પોર્ટલ પર સોમવારે સવાર સુધીમાં 50 લાખ લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું હતું. વૃદ્ધ (60 વર્ષતી વધુ ઉંમરના) અને 45થી 60 વર્ષના ગંભીર બીમારી ધરાવતા 2.08 લાખથી વધારે લોકોને કોરોનાની રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો.

પ્રથમ બે તબક્કામાં મંગળવારે એક કલાક સુધી રસીના 1,48,55,073 ડોઝ આપવામાં આવ્યા છે જમાંથી 67,04,856 સ્વાસ્થઅય કર્મચારીઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે જ્યારે 25,98,192 સ્વાસ્થ્ય કર્મચારીઓને બીજો ડોઝ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત અત્યાર સુધી 53,43,219 ફ્રન્ટલાઈન વર્કર્સને પણ પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.