Corona Virus: કોરોના વેક્સિનના સાઇડ ઇફેક્ટ પર હાલ આખી દુનિયાની નજર છે. ડેઇલી મેઇલની રિપોર્ટ મુજબ બ્રિટેનના લગભગ  4000 મહિલાઓને વેક્સિન બાદ પિરિયડ સાથે જોડાયેલી સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.


વેકિસન લીધા બાદ ખાસ કરીને 30 થી 49 વર્ષની વયજૂથની મહિલાઓને ઓવર બ્લિડિંગ સહિતની કેટલીક  સમસ્યાનો સામનો કરવો પડ્યો છે. વેક્સિન લીધા બાદ આ મહિલાઓમાં સામાન્યથી વધુ બ્લિડિંગનો ફ્લો જોવા મળ્યો.


આ સમસ્યા એસ્ટ્રેજેનેકાની વેક્સિન લીધા બાદ સામે આવી હોવાનું રિપોર્ટસમાં જણાવવામાં આવ્યું છે. જો કે ફાઇઝરની વેક્સિન લીધા બાદ પણ 1,158 કેસ આ સમસ્યાના સામે આવ્યાં છે.તો મોર્ડના વેક્સિન લીધા બાદ 66 મહિલાઓમાં આ સમસ્યા જોવા મળી. એક્સપર્ટના મત મુજબ આ સંખ્યા વધુ પણ હોઇ શકે છે કારણ કે, પિરિયડ સાથે જોડાયેલી આ સમસ્યાને કેટલાક આંકડાં નથી નોંધાતા.


એક રિવ્યૂમાં એક એવો નિષ્કર્ષ પણ સામે આવ્યો છે કે, વેક્સિનેટ થયેલી મહિલાઓમાં આ સમસ્યા બહુ વ્યાપક રીતે સામે નથી આવી. જો કે આ મુદ્દે તપાસ કરવી જરૂરી છે.આ મુદ્દે ડોક્ટર રાયે કહ્યું કે,એવી મહિલાઓની સંખ્યા બહુ ઓછી છે. જેને વેક્સિન લીધા બાદ મેન્સ્ટૂઅલ ડિસઓર્ડરનો સામનો કરવો પડ્યો હોય. આ સમસ્યાના સંકેતને સમજવા માટે એક્સપર્ટ બારાકાઇથી મોનિટર કરી રહ્યાં છે.


રિપોર્ટ મુજબ  30 થી 49 વર્ષના લગભગ 25 ટકા મહિલાઓએ આ પિરિયડ સાથે જોડાયેલી સમસ્યાને મહેસૂસ કરી.જેમાં બ્લિડિંગ ફ્લો સામાન્યથી વધુ અથવા ઓછો જોવા મળ્યો, તેમજ પેડુમાં દુખાવો સહિતની કેટલીર સમસ્યા જોવા મળી રહી છે. આવું સામાન્ય રીતે હોર્મોનલ ચેન્જીસના કારણે થાય છે અથવા તો મેડિકલ કન્ડિશન  અથવા મેડિકેશનના કારણે પણ થઇ શકે છે.


બ્રિટેનની જેમ અમેરિકામાં પણ વેક્સિનેશન બાદ આ પ્રકારની સમસ્યા જોવા મળી હતી જો કે વૈજ્ઞાનિકોએ ત્યારે કહ્યું હતું કે, આ પર હાલ કંઇ પણ કહેવું ઉતાવળ હશે, જો કે દુનિયાભરમાં વેક્સિનેશનના યોગ્ય એક્સસને લઇને કામ કરી રહેલા ઇન્ટરનેશનલ વેક્સિન એલાયન્સ GAVIના મુજબ એવું શક્ય બને છે. એક્સપર્ટ કહે છે કે, બીજા વાયરસ માટે બનેલી વેક્સિન બાદ પણ અનેક કેસમાં પિરિયડ સાથે જોડાયેલી સમસ્યા જોવા મળી છે.