ત્રણ દિવસ પહેલા જ મહાન એરલાઈનનું એક વિમાન 300 ભારતીયોના નમૂના લઈ ઈરાનથી ભારત આવ્યું હતું. સ્વાસ્થ્ય મંત્રાલય પણ ઈરાનમાં રહેતા ભારતીયઓ માટે કોરોના વાયરસની તપાસ માટે એક પ્રયોગશાળા સ્થાપવાની તૈયારી ચાલી રહી છે. જો કે, આ ભારતીયોના કે, જેઓ ઈરાનથી પાછા આવવાના છે, તેમના માલસામાનને લઈ આ પ્લાન રદ થયો હતો.
ઈરાનમાં છેલ્લા 24 કલાકમાં 43 લોકોનાં આ વાયરસનાં કારણે મોત થયા છે. ઈરાનમાં કોરોના વાયરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્યા 237 થઈ ગઈ છે. એક સ્થાનિક રિપોર્ટ મુજબ જોઈએ તો, ઈરાનમાં અત્યાર સુધીમાં 595 નવા કેસ નોંધાયા છે.
ભારતમાં કોરોના વાયરસની અસર દિવસે દિવસે વધી રહી છે. ભારત સરકારે કોરોનાને ફેલાતો અટકાવવા માટે યોગ્ય પગલા ભરવાની શરૂઆત કરી દીધી છે. છતાં ત્રણ નવા કેસો સામે આવ્યા છે.
તાજા રિપોર્ટ પ્રમાણે, ભારતમાં કોરોના સંક્રમિત લોકોની સંખ્યા વધીને 46 થઇ ગઇ છે. હાલમાં જ પુણેમાં દુબઇથી પરત ફરેલા બે લોકોનો કોરોના રિપોર્ટ પૉઝિટીવ આવ્યો છે. વળી, કેરાલામાં ત્રણ વર્ષની બાળકી પણ કોરોનાની ઝપેટમાં આવી ગઇ છે. આમ કુલ ત્રણ નવા કેસો ભારતમાં નોંધાયા છે.