મુંબઈ: દેશમાં કોરોના વાયરસથી સૌથી વધુ પ્રભાવિત રાજ્ય મહારાષ્ટ્રમાં નવા 6364 કેસ નોંધાયા છે. જે એક દિવસમાં અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. નવા કેસ સામે આવ્યા બાદ રાજ્યમાં પોઝિટિવ કેસની સંખ્યા વધીને 192990 થઈ ગઈ છે. તેમાંથી 79911 એક્ટિવ કેસ છે. 104687 દર્દીઓ સારવાર બાદ સાજા થયા છે અને તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.



રાજ્યના આરોગ્ય વિભાગ અનુસાર, મહારાષ્ટ્રમાં શુક્રવારે કોરોના વાયરસથી 198 લોકોના મોત થયા છે. તેમાંથી 150 લોકોના મોત છેલ્લા 48 કલાકમાં થયા છે અને અન્ય 48 મોત પહેલાના છે. આ રીતે રાજ્યમાં કોરોના વાયરસના કારણે અત્યાર સુધી 8376 લોકોના મોત થઈ ચૂકી છે.

ભારતમાં સંક્રમિત લોકોની કુલ સંખ્યા સવા છ લાખને પાર કરી ગઈ છે. સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં કુલ 6,25,544 લોકોને કોરોનાને ચેપ લાગ્યો છે. તેમાંથી 18213 લોકોના મોત થયા છે, જ્યારે 3,79,000 જેટલા લોકો સારવાર લઈને ઘરે ગયા છે.