દિલ્હીના સ્વાસ્થ્ય વિભાગ દ્વારા ગુરુવારે રાત્રે સાડા આઠ વાગ્યે જાહેર કરેલા આંકડા અનુસાર છેલ્લા 24 કલાકમાં 5,289 લોકો સ્વસ્થ થયા છે. અત્યાર સુધી 4,16,653 લોકો દિલ્હીમાં સંક્રમિત થઈ ચૂક્યા છે. તેમાંથી 4,16,653 દર્દી સ્વસ્થ થયા છે. હાલમાં 38,729 દર્દીઓની સારવાર ચાલી રહી છે. કોરોનાથી મૃત્યુઆંક 6,769 પર પહોંચ્યો છે.
ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક દિવસમાં કોવિડ-19ના કેસમાં ઝડપથી વધારો થયો છે અને બુધવારે સતત બીજા દિવસે સંક્રમણના 6 હજારથી વધુ કેસ સામે આવ્યા હતા.
આ પહેલા મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે દિલ્હીમાં કોરોનાના વધતા કેસની સાથે પ્રદુષણનું સ્તર પણ વધતા સમીક્ષા બેઠક કરી હતી. અને આ બેઠકમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ લગાવવાનો નિર્ણય લીધો હતો. દિલ્હીમાં 7થી 30 નવેમ્બર સુધી આ પ્રતિબંધ લાગુ રહેશે.