નવી દિલ્હી: કેંદ્ર સરકાર લોકડાઉનને આગળ વધારવાને લઈને વિચાર કરી રહી છે. સરકાર ઉચ્ચ સુત્રો મુજબ લોકડાઉનને આગળ વધારવાનો નિર્ણય સરકાર મંત્રી સમૂહનો રિપોર્ટ અને દેશભરમાં તેના પર કામ કરી રહેલી એજન્સીઓના રિપોર્ટના આધાર પર કરશે. ઘણા રાજ્યો કેંદ્ર સરકારને લોકડાઉનનો સમય વધારવા માટે કેંદ્ર સરકારને ભલામણ કરી ચૂક્યા છે.


ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્ર ઉત્તરપ્રદેશ તેલંગણા રાજસ્થાન દિલ્હી જેવા રાજ્યો કેંદ્ર સરકારના લોકડાઉનને આગળ વધારવાની અપીલ કરી ચૂક્યા છે. તેલંગણાના મુખ્યમંત્રી કે.ચંદ્રશેખર રાવે પ્રધાનમંત્રીને પત્ર લખીને ભલામણ કરી છે કે લોકડાઉનને આગળ વધારવામાં આવે. કે.સી રાવે પત્રકાર પરિષદ કરી કહ્યું આ મહામારી સામે લડવા માટે લોકડાઉનને આગળ વધારવું જોઈએ. આપણે વ્યવસાય અને ઘંઘા બીજી વખત શરૂ કરી શકીએ છીએ. વેપારને બીજી વખત ઉભો કરી શકાય છે પરંતુ જીવનને બીજી વખત નથી મેળવી શકાતું અને જીવ બચાવવા માટે લોકડાઉનને આગળ વધારવું જરૂરી છે.

ભારતમાં કોરોના વાયરસનો કહેર સતત વધી રહ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ભારતમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના 354 નવા કેસ નોંધાયા છે. કોરોના વાયરસના કારણે છેલ્લા 24 કલાકની અંદર આઠ લોકોના મોત થયા છે. કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને પત્રકાર પરિષદ કરી જણાવ્યું કે કોરોના વાયરસા અત્યાર સુધીમાં કુલ 4421 કેસની પુષ્ટી થઈ છે. 117 દર્દીઓના મોત થયા છે અને 326 લોકો સાજા થયા છે.