Coronavirus Cases Today in India: દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસ ગઈકાલની સરખામણીએ આજે ઘટ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 2 લાખ 35 હજાર 532 નવા કેસ નોંધાયા છે અને 871 લોકોના મોત થયા છે. દેશમાં દૈનિક હકારાત્મકતા દર હવે ઘટીને 13.39 ટકા પર આવી ગયો છે. જાણો દેશમાં કોરોનાની તાજેતરની સ્થિતિ શું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર, હવે દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 20,04,333 થઇ ગઇ છે. તે સિવાય છેલ્લા 24 કલાકમાં 3,35,939 કોરોનાના દર્દીઓ સ્વસ્થ થયા છે. તે સિવાય અત્યાર સુધીમા 1,65,04,87,260 લોકોને વેક્સિન આપવામાં આવી છે.
કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રાલયે જાહેર કરેલા આંકડાઓ અનુસાર દેશમાં હજુ એક્ટિવ કેસની સંખ્યા વધીને 20 લાખ ચાર હજાર 333 થઇ ગઇ છે. જ્યારે કોરોનાથી મોતને ભેટનારા લોકોની સંખ્યા વધીને 4 લાખ 93 હજાર 198 થઇ ગઇ છે. આંકડાઓ અનુસાર ગઇકાલે ત્રણ લાખ 35 હજાર 939 લોકો સ્વસ્થ થયા હતા. ત્યારબાદ અત્યાર સુધીમાં 3 કરોડ 83 લાખ 60 હજાર 710 લોકો સ્વસ્થ થઇ ચૂક્યા છે.
અત્યાર સુધીમાં કોરોનાની રસીના 165 કરોડથી વધુ ડોઝ અપાઇ ચૂક્યા છે. ગઇકાલે 56 લાખ 72 હજાર 766 ડોઝ આપવામાં આવ્યા છે ત્યારબાદ અત્યાર સુધીમાં વેક્સિનની 165 કરોડ ચાર લાખ 87 હજાર 260 ડોઝ અપાઇ ચૂકી છે.
કેન્દ્ર સરકાર શનિવારે પાંચ રાજ્યોમા કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે. કેન્દ્રિય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયા બિહાર, ઓડિશા, ઝારખંડ, પશ્વિમ બંગાળ અને છત્તીસગઢમાં ઓમિક્રોન વેરિઅન્ટને ધ્યાનમાં રાખી કોરોનાની સ્થિતિ, સાર્વજનિક સ્વાસ્થ્યની તૈયારીઓ અને ઉપાયોની સમીક્ષા કરશે. કેન્દ્રિય મંત્રી બપોરે ત્રણ વાગ્યે વીડિયો કોન્ફ્રન્સના માધ્યમથી રાજ્યોમાં કોરોનાની સ્થિતિની સમીક્ષા કરશે.