ગુરુવારે સવારે સ્વાસ્થ્ય મંત્રાલયના લેટેસ્ટ આંકડા અનુસાર, દેશમાં અત્યાર સુધીમાં 2,86,579 લોકોને કોરોનાનો ચેપ લાગ્યો છે. તેમાંથી 8102 લોકોના મોત થયા છે જ્યારે 1,41,000 લોકો સાજા થઈને ઘરે ગયા છે.
વિશ્વમાં છઠ્ઠો સૌથી પ્રભાવિત દેશ
અમેરિકા, બ્રાઝીલ, રશિયા, સ્પેન, બ્રિટેન બાદ કોરોના મહામારીથી સૌથી વધારે પ્રભાવિત દેશોમાં ભારત છઠ્ઠા સ્થાન પર આવી ગયું છે. જ્યારે ભારતમાં કેસની ગતિ વિશ્વના ત્રીજા નંબર પર છે. અમેરિકા અને બ્રાઝીલ બાદ એક જ દિવસમાં સૌથી વધારે કેસ ભારતમાં નોંધાઈ રહ્યા છે.
એક્ટિવ કેસના મામલે ટોપ-5 રાજ્ય
આંકડા અનુસાર, દેશમાં હાલમાં 1,37,000 કોરોના એક્ટિવ કેસ છે. સૌથી વધારે એક્ટિવ કેસ મહારાષ્ટ્રમાં છે. મહારાષ્ટ્રમાં 46,000થી વધારે દર્દી હોસ્પિટલમાં સાવવાર લઈ રહ્યા છે. ત્યાર બાદ બીજા નંબર પર દિલ્હી, ત્રીજા નંબર પર તમિલનાડુ, ચોથા નંબર પર ગુજરાત અને પાંચમાં નંબર પર પશ્ચિમ બંગાળ છે. આ પાંચ રાજ્યોમાં સૌથી વધારે એક્ટિવ કેસ છે.
એક્ટિવ કેસ મામલે વિશ્વમાં ભારત ચોથા સ્થાન પર છે. એટલે કે ભારત એવો ચેથો દેશ છે જ્યાં હાલમાં સૌથી વધારે દર્દીઓની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે.