ગુજરાતમાં આગામી 1લી મે થી 18 થી 45 વર્ષની વયના લોકો માટે વિના મૂલ્યે કોરોના વેક્સિન અભિયાન માટે રાજ્ય સરકારે 1.50 કરોડ રસીકરણ ડોઝની વ્યવસ્થા સુનિશ્ચિત કરી છે. મુખ્યમંત્રી વિજય ભાઈ રૂપાણીના અધ્યક્ષ સ્થાને મળેલી કોર કમિટી ની બેઠકમાં આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્યમાં 18 વર્ષથી મોટી ઉંમરના તમામ લોકોને મફત કોરોનાની રસી આપવામાં આવશે. ગુજરાત જ નહીં દેશના અનેક રાજ્યોએ ફ્રીમાં કોરોના રસી આપવાની વાત કહી છે. જાણો દેશના ક્યા ક્યા રાજ્યોએ ફ્રી રસી આપવાની જાહેરાત કરી છે.
- ઉત્તર પ્રદેશ
- મધ્ય પ્રદેશ
- મહારાષ્ટ્ર
- દિલ્હી
- રાજસ્થાન
- ઓડિશા
- છત્તીસગઢ
- અસમ
- કેરલ
- બિહાર
- હરિયાણા
- ઝારખંડ
- પશ્ચિમ બંગાળ
- હિમાચલ પ્રદેશ
- જમ્મુ કાશ્મીર
- તમિલનાડુ
- તેલંગાના
- આંધ્ર પ્રદેશ
- સિક્કિમ
- ગોવા
આ રાજ્યમાં માત્ર 18-45 વર્ષ સુધીના લોકોને ફ્રીમાં રસી મળશે
- ગોવા
- સિક્કિમ
- હિમાચલ પ્રદેશ
- જમ્મુ કાશ્મીર
- ઝારખંડ
- અને આંધ્રપ્રદેશ
કોરોના વાયરસને હરાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા રસીકરણનો ત્રીજો તબક્કો દેશમાં 1 મેથી શરૂ થવા જઈ રહ્યો છે. આ તબક્કામાં, દેશનાં 18 વર્ષથી ઉપરના તમામ લોકો કોરોના રસી મેળવી શકશે. આ અંગે કેન્દ્રીય આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે તમામ રાજ્યોને પત્ર લખીને આ અંગે માહિતી આપી છે. સરકાર દ્વારા કહેવામાં આવ્યું છે કે 18 થી 45 વર્ષની વયના લોકો માટે કોવિન વેબ પોર્ટલ (CoWin) પર રજીસ્ટ્રેશન કરાવવું અને રસીકરણ માટે સમય કાઢવો ફરજિયાત રહેશે. આ જ કારણ છે કે રસીકરણ કેન્દ્રમાં શરૂઆતમાં નોંધણીની મંજૂરી નથી. સત્તાવાર સૂત્રોએ રવિવારે આ માહિતી આપી છે.
દેશમાં કોરોના વાયરસના ચેપના કેસોમાં અચાનક થયેલા મોટા વધારાને ધ્યાનમાં રાખીને 1 મેથી 18 વર્ષથી વધુ ઉંમરના તમામ લોકોને રસી આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. એક અધિકારીએ જણાવ્યું કે, દરેક વ્યક્તિએ રસી લગાવવાનું શરૂ કર્યા પછી રસીની માંગમાં વધારો થવાની ધારણા છે. ભીડને કાબૂમાં રાખવાના હેતુથી, 18 થી 45 વર્ષની વયના લોકો માટે કોવિન એપ પર નોંધણી કરાવવી અને રસીકરણ માટે સમય લેવો ફરજિયાત કરવામાં આવ્યો છે. શરૂઆતમાં રસીકરણ કેન્દ્રો પર નોંધણી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં જેથી કોઈ પણ પ્રકારની અફરાતફડી ન થાય.