New Covid-19 Strain: દક્ષિણ આફ્રિકામાં કોરોનાનો નવો સ્ટ્રેન મળ્યા બાદ વિશ્વભરમાં ફફડાટ ફેલાયો છે. આ બાજુ મહારાષ્ટ્ર સરકારે નવા પ્રતિબંધો જાહેર કર્યા છે. જે મુજબ કોઈપણ આંતરરાષ્ટ્રીય પ્રવાસીએ ભારત સરકાર દ્વારા આપવામાં આવેલા સૂચનોનું ચુસ્ત પાલન કરવું પડશે. ઘરેલુ પ્રવાસીઓનું સંપૂર્ણ રસીકરણ થયેલું હોવું જોઈએ અથવા 72 કલાક સુધીનો આરટીપીસીઆર ટેસ્ટ રજૂ કરવો પડશે.


આ ઉપરાંત  ટેક્ષી, ફોર વ્હીલ, બસ કે પ્રાઇવેટ ટ્રાન્સપોર્ટમાં જો કોવિડ પ્રોટોકોલનું પાલન નહીં કરવામાં આવે તો 500 રૂપિયાનો દંડ કરવામાં આવશે.  ડ્રાઇવર, હેલ્પર, કંડકટરને 500 રૂપિયાનો અને ટ્રાન્સપોર્ટ એજન્સીના માલિકને  1000 રૂપિયાનો દંડ કરાશે.






મુંબઈના મેયર કિશોરી પેડનેકરે કહ્યું કે, દક્ષિણ આફ્રિકાથી મુંબઈ એરપોર્ટ આવતા પેસેન્જર્સ માટે ક્વોરન્ટાઈ અને જીનોમ સિક્વેંસિંગ કરાવવાનો ફેંસલો કર્યો છે.  જો કોઈ વ્યક્તિ કોવિડ-19 પોઝિટિવ આવશે તો જીનોમ સિક્વેસિંગ કરાશે. દક્ષિણ આફ્રિકાથી આવતી ફ્લાઇટો પર અનેક દેશોએ પ્રતિબંધ મુક્યો છે તેવા જ સમયે મુંબઈ પ્રશાસન દ્વારા આ ફેંસલો લેવામાં આવ્યો છે.


ગુજરાત સરકારે શું કર્યો ફેંસલો


ગુજરાત સરકારે મોટો નિર્ણય લીધો છે. યુરોપ, યુકે, બ્રાઝીલ, સાઉથ આફ્રિકા, બાંગ્લાદેશ, બોતસવાના, ચાઈનાથી આવતા મુસાફરોના ફરજીયાત ટેસ્ટ કરાશે. મોરેશિયસ, ન્યુઝીલેન્ડ, ઝિમ્બાવે અને હોંગકોંગથી આવતા મુસાફરોના પણ એરપોર્ટ RTPCR ટેસ્ટ કરાશે.


વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO) ની સલાહકાર સમિતિએ નવા પ્રકારના કોરોના વાયરસ (New Corona variant B.1.1.529) ને ‘Omricron’ નામ આપ્યું છે. આ સાથે WHOએ નવા કોરોના વેરિઅન્ટને 'ખૂબ જ ઝડપથી ફેલાતો ચિંતાજનક વેરિઅન્ટ' ગણાવ્યો છે.