Coronavirus: કોરોના મહામારીએ દુનિયાભરમાં પોતાનો કેર વર્તાવવાનો શરૂ કરી દીધો છે. કોરોનાની તપાસ અત્યાર સુધી આરટીપીસીઆર, રેપિડ એન્ટીજન ટેસ્ટ દ્વારા થતી હતી, વળી હવે સ્કૉટલેન્ડમાં વૈજ્ઞાનિકોના એક ગૃપે કોરોનાને જાણવા માટેનો નવો પ્રયોગ કર્યો છે. બતાવવામાં આવી રહ્યું છે કે, હવે એક્સ-રે દ્વારા જાણી શકાશે કે દર્દી કોરોનાથી પીડિત છે કે નહીં, વૈજ્ઞાનિકોએ આને 98 ટકા સટીક માન્યુ છે. જાણકારી અનુસાર, પરીક્ષણ વાયરસની ઉપસ્થિતિની જાણવા માટે આર્ટીફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરે છે.


પાંચ મિનીટમાં મળશે રિઝલ્ટ-
શોધકર્તાએ બતાવ્યુ કે આરટીપીસીઆર તપાસથી ફાસ્ટ હશે અને આનુ પરિણામ માત્ર 5 થી 10 મિનીટની અંદર જ મળી જશે. ઉલ્લેખનીય છે કે આરટીપીસીઆર તપાસનુ રિઝલ્ટ આવવામાં એક કલાકથી વધુ સમય લાગી જાય છે. શોધકર્તાઓએ એ પણ બતાવ્યુ કે એક્સ-રે દ્વારા ઓમિક્રૉન વેરિએન્ટનુ હોવુ કે ના હોવુ પણ જલ્દી જાણી શકાશે. 


જાણો કઇ રીતે કરે છે કામ-
યુડબ્લ્યૂએસના શોધકર્તાઓનુ માનીએ તો આ નવી ટેકનિક સ્કેનની સરખામણીમાં 3 હજારથી વધુ છવીઓના ડેટાબેઝ માટે એક્સ-રે ટેકનિકનો ઉપયોગ કરે છે. જાણકારી અનુસાર આ ટેકનિકમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પ્રક્રિયાની મદદ લેવામાં આવે છે. વૈજ્ઞાનિકો અનુસાર, આ 98 ટકા સટીક સાબિત થશે. જોકે, વૈજ્ઞાનિકો એ વાતનો સ્વીકાર કર્યો કે સંક્રમણના શરૂઆતી તબક્કા દરમિયાન એક્સ-રેમાં કોરોનાના લક્ષણો જોવા મુશ્કેલ હશે. 


આ પણ વાંચો.........


વધારે સમય ટીવી જોવાથી ગંભીર બ્લડ કોટિંગનું જોખમ 35 ટકા વધી જાય છે


ESIC Bharti 2022 : ESIC માં ધોરણ-10 અને 12 પાસ માટે બમ્પર ભરતી બહાર પડી, જાણો પગાર-લાયકાત વિશે


GAIL India Recruitment : પરીક્ષા વિના અધિકારી બનવાની શાનદાર તક, આજે અરજી કરવાની છેલ્લી તારીખ, મળશે 2.4 લાખ પ્રતિ માસનો પગાર


IND vs SA 1st ODI: Virat Kohliએ સચિન તેંડુલકરને પાછળ છોડી વધુ એક રેકોર્ડ પોતાના નામે કર્યો.


ગુજરાતના આ શહેરમાં કોરોનાથી સ્થિતિ વણસી, 24 કલાકમાં આઠ હજારથી વધુ કેસ નોંધાયા


Tata Tiago અને Tigor CNG થઈ લોન્ચ, જાણો કેટલી છે કિંમત અને કોની સાથે થશે મુકાબલો