Coronavirus: દિલ્હીમાં આજે કેટલા પોઝિટિવ કેસ નોંધાયા ? જાણો વિગત
એબીપી અસ્મિતા વેબ ટીમ | 26 May 2020 03:46 PM (IST)
દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં એક જ દિવસમાં 412 લોકોનો વધારો થયો છે.
નવી દિલ્હીઃ દેશમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે. છેલ્લા ચાર-પાંચ દિવસથી રોજના 6500થી વધારે કેસ નોંધાય છે. આ દરમિયાન રાજધાની દિલ્હીમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યામાં વધારો થયો છે. દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં એક જ દિવસમાં 412 લોકોનો વધારો થયો છે. રાજયમાં કોરોનાથી મૃત્યુઆંક 288 પર પહોંચ્યો હોવાનું દિલ્હી સરકારના આરોગ્ય વિભાગે જણાવ્યું છે. દેશમાં કોરોના સંક્રમિતો રાજ્યોમાં દિલ્હી મહારાષ્ટ્ર, તમિલનાડુ અને ગુજરાત પછી ચોથા ક્રમે છે. દિલ્હીમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 14,465 પર પહોંચી છે.