શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
મહારાષ્ટ્રમાં 1100થી વધારે પોલીસકર્મી કોરોના સંક્રમિત, 10નાં મોત, છેલ્લા 24 કલાકમાં 79ને લાગ્યો ચેપ
અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 1140 પોલીસકર્મી કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે અને 10નાં મોત થયા છે.
મુંબઈઃ મહારાષ્ટ્ર હાલ દેશમાં કોરોના વાયરસથી સૌથી વધારે પ્રભાવિત રાજ્ય છે. છેલ્લા 24 કલાકમાં મહારાષ્ટ્ર પોલીસના 79 પોલીસકર્મીને કોરોનાનો ચેપ લાગ્યો છે.
અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 1140 પોલીસકર્મી કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે અને 10નાં મોત થયા છે. 268 પોલીસકર્મી ઠીક થઈ ગયા છે અને 862ની સારવાર ચાલી રહી છે. મુંબઈમાં 7, સોલાપુરમાં 1, નાશિકમાં 1 અને પુણેમાં 1 પોલીસકર્મીનું મોત થયું છે.
મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 29 હજારને પાર સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 29,100 પર પહોંચી છે. 1068 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,50,436 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે. દેશમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 85,940 પર પહોંચી છે. 2752 લોકોના મોત થયા છે અને 30,153 લોકો સાજા થઈ ગયા છે. હાલ 53,035 એક્ટિવ કેસ છે.ASI Madhukar Mane from Mumbai lost his life to Coronavirus. May his soul rest in peace. DGP and all ranks of Maharashtra Police offer their condolences to the Mane family.
— Maharashtra Police (@DGPMaharashtra) May 16, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion