અત્યાર સુધીમાં મહારાષ્ટ્રમાં 1140 પોલીસકર્મી કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે અને 10નાં મોત થયા છે. 268 પોલીસકર્મી ઠીક થઈ ગયા છે અને 862ની સારવાર ચાલી રહી છે. મુંબઈમાં 7, સોલાપુરમાં 1, નાશિકમાં 1 અને પુણેમાં 1 પોલીસકર્મીનું મોત થયું છે.
મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 29 હજારને પાર
સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 29,100 પર પહોંચી છે. 1068 લોકોના મોત થયા છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 2,50,436 લોકોના ટેસ્ટ કરવામાં આવ્યા છે.
દેશમાં પણ કોરોના સંક્રમિતોની સંખ્યા વધી રહી છે. સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 85,940 પર પહોંચી છે. 2752 લોકોના મોત થયા છે અને 30,153 લોકો સાજા થઈ ગયા છે. હાલ 53,035 એક્ટિવ કેસ છે.