શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: દેશમાં 24 કલાકમાં 8900થી વધુ નવા કેસ નોંધાયા, કોરોના સંક્રમિતોની સંખ્યા બે લાખને પાર
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,07,615 પર પહોંચી છે.
નવી દિલ્હીઃ ભારતમાં કોરોના વાયરસના કેસમાં ઉત્તરોતર વધારો થઈ રહ્યો છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા બે લાખને પાર કરી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 8909 નવા કેસ નોંધાયા છે અને 217 લોકોના મોત થયા છે. સતત ચોથા દિવસે 8000થી વધારે સંક્રમિતો નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 2,07,615 પર પહોંચી છે. 5815 લોકોના મોત થયા છે અને 1,00,303 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં હાલ 1,01,497 એક્ટિવ કેસ છે.
કયા રાજ્યમાં કેટલા મોત
મહારાષ્ટ્રમાં 2465, ગુજરાતમાં 1092, મધ્યપ્રદેશમાં 364, દિલ્હીમાં 556, આંધ્રપ્રદેશમાં 64, આસામમાં 4, બિહારમાં 24, ચંદીગઢમાં 5, છત્તીસગઢમાં 1, હરિયાણામાં 23, હિમાચલ પ્રદેશમાં 5, જમ્મુ-કાશ્મીરમાં 33, ઝારખંડમાં 5, કર્ણાટકમાં 52, કેરળમાં 11, મેઘાલયમાં 1, ઓડિશામાં 7, પંજાબમાં 46, રાજસ્થાનમાં 203, તમિલનાડુમાં 197, તેલંગાણામાં 92, ઉત્તરાખંડમાં 7, ઉત્તરપ્રદેશમાં 222 અને પશ્ચિમ બંગાળમાં 335 લોકોના મોત થયા છે.
સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 72,300 પર પહોંચી છે. તમિલનાડુમાં 24,586, ગુજરાતમાં 17,617, દિલ્હીમાં 22,132, રાજસ્થાનમાં 9373, મધ્યપ્રદેશમાં 8420, ઉત્તરપ્રદેશમાં 8361, આંધ્રપ્રદેશમાં 3898, બિહાર 4155, પંજાબમાં 2342, તેલંગાણામાં 2891, પશ્ચિમ બંગાળમાં 6168 સંક્રમિતો નોંધાયા છે. કોરોના વાયરસના કુલ કેસોના મામલે ભારત વિશ્વમાં સાતમા ક્રમે પહોંચી ગયું છે. અમેરિકા ટોચ પર છે. તે પછી બ્રાઝિલ, રશિયા, સ્પેન, બ્રિટન, ઈટાલીનો ક્રમ છે.India reports 8,909 new #COVID19 cases & 217 deaths in the last 24 hours. Total number of cases in the country now at 207,615 including 101,497 active cases, 100,303 cured/discharged/migrated and 5,815 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/5x0lByvBNK
— ANI (@ANI) June 3, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion