શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા બે લાખ નજીક, સતત ત્રીજા દિવસે 24 કલાકમાં નોંધાયા 8000થી વધારે કેસ
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,98,706 પર પહોંચી છે.
નવી દિલ્હીઃ દેશમાં લોકડાઉનમાં છૂટછાટો સાથે કોરોનાના કેસમાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા 1.98 લાખને પાર કરી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 8171 નવા કેસ નોંધાયા છે અને 204 લોકોના મોત થયા છે. સતત ત્રીજા દિવસે 8000થી વધારે સંક્રમિતો નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,98,706 પર પહોંચી છે. 5598 લોકોના મોત થયા છે અને 95,526 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં હાલ 97,581 એક્ટિવ કેસ છે.
કયા રાજ્યમાં કેટલા મોત મહારાષ્ટ્રમાં 2362, ગુજરાતમાં 1063, મધ્યપ્રદેશમાં 358, દિલ્હીમાં 523, આંધ્રપ્રદેશમાં 64, આસામમાં 4, બિહારમાં 24, ચંદીગઢમાં 4, છત્તીસગઢમાં 1, હરિયાણામાં 21, હિમાચલ પ્રદેશમાં 5, જમ્મુ-કાશ્મીરમાં 31, ઝારખંડમાં 5, કર્ણાટકમાં 52, કેરળમાં 10, મેઘાલયમાં 1, ઓડિશામાં 7, પંજાબમાં 45, રાજસ્થાનમાં 198, તમિલનાડુમાં 184, તેલંગાણામાં 88, ઉત્તરાખંડમાં 6, ઉત્તરપ્રદેશમાં 217 અને પશ્ચિમ બંગાળમાં 325 લોકોના મોત થયા છે. સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 70,013 પર પહોંચી છે. તમિલનાડુમાં 23,495, ગુજરાતમાં 17,200, દિલ્હીમાં 20,834, રાજસ્થાનમાં 8980, મધ્યપ્રદેશમાં 8283, ઉત્તરપ્રદેશમાં 8075, આંધ્રપ્રદેશમાં 3783, બિહાર 3926, પંજાબમાં 2301, તેલંગાણામાં 2792, પશ્ચિમ બંગાળમાં 5772 સંક્રમિતો નોંધાયા છે. કોરોના વાયરસના કુલ કેસોના મામલે ભારત વિશ્વમાં સાતમા ક્રમે પહોંચી ગયું છે. બે દિવસ પહેલા ભારત 10માં ક્રમે હતું.India reports 8,171 new #COVID19 cases & 204 deaths in the last 24 hours. Total number of cases in the country now at 1,98,706 including 97,581 active cases, 95,526 cured/discharged/migrated and 5,598 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/hl9Mu1eznD
— ANI (@ANI) June 2, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion