શોધખોળ કરો
Advertisement
(Source: ECI/ABP News/ABP Majha)
Coronavirus: દેશમાં 24 કલાકમાં 8392 કેસ નોંધાયા, 230 લોકોના મોત, સતત બીજા દિવસે 8300થી વધારે મોત
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,92,535 પર પહોંચી છે.
નવી દિલ્હીઃ દેશમાં લોકડાઉનમાં છૂટછાટો સાથે કોરોનાના કેસમાં કૂદકે ને ભૂસકે વધારો થઈ રહ્યો છે. દેશમાં સંક્રમિતોની સંખ્યા 1.90 લાખને પાર કરી ગઈ છે. છેલ્લા 24 કલાકમાં 8392 નવા કેસ નોંધાયા છે અને 230 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા સંક્રમિતોની સૌથી વધારે સંખ્યા છે. સતત બીજા દિવસે 8300થી વધારે સંક્રમિતો નોંધાયા છે.
સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1,92,535 પર પહોંચી છે. 5394 લોકોના મોત થયા છે અને 91,819 લોકો સાજા થઈ ગયા છે. દેશમાં હાલ 93,322 એક્ટિવ કેસ છે.
કયા રાજ્યમાં કેટલા મોત મહારાષ્ટ્રમાં 2286, ગુજરાતમાં 1038, મધ્યપ્રદેશમાં 350, દિલ્હીમાં 473, આંધ્રપ્રદેશમાં 62, આસામમાં 4, બિહારમાં 21, ચંદીગઢમાં 4, છત્તીસગઢમાં 1, હરિયાણામાં 20, હિમાચલ પ્રદેશમાં 5, જમ્મુ-કાશ્મીરમાં 28, ઝારખંડમાં 5, કર્ણાટકમાં 51, કેરળમાં 9, મેઘાલયમાં 1, ઓડિશામાં 7, પંજાબમાં 45, રાજસ્થાનમાં 194, તમિલનાડુમાં 173, તેલંગાણામાં 82, ઉત્તરાખંડમાં 5, ઉત્તરપ્રદેશમાં 213 અને પશ્ચિમ બંગાળમાં 317 લોકોના મોત થયા છે. સંક્રમિતોની સંખ્યામાં મહારાષ્ટ્ર મોખરે છે. મહારાષ્ટ્રમાં સંક્રમિતોની સંખ્યા 67,655 પર પહોંચી છે. તમિલનાડુમાં 22,333, ગુજરાતમાં 16,779, દિલ્હીમાં 19,844, રાજસ્થાનમાં 8831, મધ્યપ્રદેશમાં 8089, ઉત્તરપ્રદેશમાં 7823, આંધ્રપ્રદેશમાં 3679, બિહાર 3815, પંજાબમાં 2263, તેલંગાણામાં 2698, પશ્ચિમ બંગાળમાં 5501 સંક્રમિતો નોંધાયા છે.Spike of 8,392 new #COVID19 cases & 230 deaths reported in the last 24 hours in India. Total number of cases in the country now at 1,90,535 including 93322 active cases, 91819 cured/discharged/migrated and 5394 deaths: Ministry of Health and Family Welfare pic.twitter.com/Gpy6d3rh4r
— ANI (@ANI) June 1, 2020
વધુ જુઓ
Advertisement
ટ્રેન્ડિંગ સમાચાર
Advertisement
Advertisement
ટોપ સ્ટોરી
દેશ
દેશ
બિઝનેસ
દેશ
Advertisement
gujarati.abplive.com
Opinion