કોલકાતાઃ પશ્ચિમ બંગાળના આસનસોલ લોકસભા વિસ્તારથી સાંસદ અને કેન્દ્રીય મંત્રી બાબુલ સુપ્રિયો (Babul Supriyo)  કોરોનાથી સંક્રમિત થયા છે. તેની સાથે તેની પત્ની પણ કોરોનાથી સંક્રમિત થઈ છે. આ જાણકારી ખુદ બાબુલ સુપ્રિયાએ ટ્વીટ કરીને આપી છે. બાબુલ સુપ્રીયોએ ટ્વીટ કરીને લખ્યું, હું બીજી વખત સંક્રમિત થયો છું અને આવતીકાલે આસનસોલમાં વોટ નહીં આપી શકું.


ભાજપે આ વખતે તેમને ટોલીગુંગથી (Tollygunge) ઉમેદવાર બનાવ્યા છે. 2016માં આ બેઠક પરથી ટીએમસી (TMC)ના અરૂપ બિસ્વાનો વિજય થયો હતો.



દેશમાં શું છે કોરોનાની સ્થિતિ


સ્વાસ્થ્ય મંત્રાલયના તાજા આંકડા અનુસાર, છેલ્લા 24 કલાકમાં 3,49,691 નવા કોરોનાના કેસ (Corona Cases) આવ્યા અને 2767 લોકોના મોત થયા છે. જે અત્યાર સુધીનો સર્વોચ્ચ આંક છે. જોકે 24 કલાકમાં 2,17,113 લોકો ઠીક પણ થયા છે. 


કુલ કેસ-  એક કરોડ 69 લાખ 60 હજાર 172


કિલ ડિસ્ચાર્જ- એક કરોડ 40 લાખ 85 હજાર 110


કુલ એક્ટિવ કેસ - 26 લાખ 82 હજાર 751


કુલ મોત - 1 લાખ 92 હજાર 311


14 કરોડથી વધારેને રસી અપાઈ


દેશમાં 16 જાન્યુઆરીથી રસીકરણ અભિયાન શરૂ થયું હતું. કોરોના દર્દીની સંખ્યા પ્રમાણે જોઈએ તો ભારત વિશ્વનો સૌથી પ્રભાવિત દેશ છે. અત્યાર સુધીમાં 14 કરોડ 09 લાખ 16 હજાર 417 ડોઝ આપવામાં આવ્યા છે.


ક્યા રાજ્યોની હાલત છે ખરાબ


કોરોનાના આંકડામાં આવી રહેલો આ ઉછાળો ખૂબ જ ચિંતાજનક છે. મહારાષ્ટ્ર બાદ હવે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં પણ કોરોનાના રેકોર્ડ કેસ નોંધાઈ રહ્યા છે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના અહેવાલ પ્રમાણે ભારતમાં કોવિડ-19ના દૈનિક કેસમાંથી 82 ટકાથી વધુ કેસ 10 રાજ્યોમાંથી જ છે. તેમાં મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, દિલ્હી, મધ્ય પ્રદેશ, કર્ણાટક, કેરળ, તમિલનાડુ, ગુજરાત અને રાજસ્થાનનો સમાવેશ થાય છે.


Coronavirus Cases India: દેશમાં ત્રણ જ દિવસમાં નોંધાયા 11 લાખથી વધુ કેસ, આજે તોડ્યા તમામ રેકોર્ડ


Corona Vaccine: ભારતમાં ટૂંક સમયમાં આવશે નાકથી અપાતી રસી, જાણો કેવી રીતે કરશે કામ


Ahmedabad Corona Cases: ગુજરાતનું વુહાન બનવા જઈ રહ્યું છે આ શહેર, જાણો વિગત