Prophet Row: નૂપુર શર્મા વિવાદ અંગે મુસ્લિમ દેશોના વલણ પર વિદેશમંત્રીએ કહ્યુ કે- જે કહેવામા આવ્યું તે ભાજપનું સ્ટેન્ડ નથી

મોહમ્મદ પયગંબર પર ભાજપના નેતાઓની વિવાદાસ્પદ ટિપ્પણી પર ઘણા દેશોએ નારાજગી વ્યક્ત કર્યાના દિવસો પછી વિદેશ મંત્રી એસ જયશંકરે આ અંગે નિવેદન આપ્યું છે

Continues below advertisement

S Jaishankar on Prophet Mohammad Row: મોહમ્મદ પયગંબર પર ભાજપના નેતાઓની વિવાદાસ્પદ ટિપ્પણી પર ઘણા દેશોએ નારાજગી વ્યક્ત કર્યાના દિવસો પછી વિદેશ મંત્રી એસ જયશંકરે આ અંગે નિવેદન આપ્યું છે. વિદેશમંત્રીએ શનિવારે કહ્યું હતું કે લોકોની સંવેદનશીલતા અને સમજણને અસર થઈ હતી પરંતુ તે દેશોએ એ હકીકતની પણ પ્રશંસા કરી હતી કે ભારત સરકારને વિવાદાસ્પદ ટિપ્પણી સાથે કોઈ લેવાદેવા નથી. ભાજપના નેતાઓએ મોહમ્મદ પયગંબર વિશે ટિપ્પણી કર્યા બાદ દેશભરમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. આ ટિપ્પણીને લઈને ઘણા દેશોએ ભારતનો વિરોધ કર્યો હતો.

Continues below advertisement

વિદેશ મંત્રી એસ જયશંકરે એક ખાનગી ચેનલના એક કાર્યક્રમમાં વિવાદાસ્પદ ટીપ્પણી અંગે કહ્યું હતું કે આ ભાજપનું સ્ટેન્ડ નથી અને પાર્ટીએ ખૂબ જ કડક શબ્દોમાં સ્પષ્ટ કર્યું છે અને તેના પર કાર્યવાહી પણ કરી છે. એકવાર પાર્ટી પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દે છે પછી અમને આશા છે કે લોકો તેને સમજશે.

એસ જયશંકરે શું કહ્યું?

જ્યારે મોહમ્મદ પયગંબર વિવાદ વિશે પૂછવામાં આવ્યું ત્યારે વિદેશ મંત્રી એસ જયશંકરે કહ્યું કે માત્ર ખાડી દેશો જ નહીં, હું કહીશ કે દક્ષિણ-પૂર્વ એશિયાના કેટલાક દેશોએ પણ પ્રશંસા કરી હતી કે આ સરકારનું વલણ નથી. જયશંકરે કહ્યું કે એકવાર પાર્ટી પોતાની સ્થિતિ સ્પષ્ટ કરી દે પછી એવી આશા છે કે લોકો આ વાત સમજી જશે. તેઓ જાણે છે કે આ આપણા વિચારો નથી.

'ઘણા લોકો વહેતી ગંગામાં હાથ ધોવાનો પ્રયાસ કરે છે'

વિદેશ મંત્રી એસ જયશંકરે કોઈ પણ દેશનું નામ લીધા વગર કહ્યું કે એવા ઘણા લોકો હોઈ શકે છે જે વહેતી ગંગામાં હાથ ધોવાનો પ્રયાસ કરે છે. આંતરરાષ્ટ્રીય સંબંધો એ ખૂબ જ સ્પર્ધાત્મક રમત છે, જે ક્વીન્સબેરીના નિયમો દ્વારા રમવામાં આવતી નથી. એવા લોકો હશે જેઓ આ વિવાદનો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કરશે. તેમણે કહ્યું કે અમારે આવા મામલામાં અમારે અમારી વાત કરવાની જરૂર છે અને અમે તેમ કરી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે નૂપુર શર્મા અને નવીન કુમાર જિંદાલે મોહમ્મદ પયગંબર પર કથિત વિવાદિત ટિપ્પણી કરી હતી. ઘણા મુસ્લિમ બહુમતી ધરાવતા દેશોએ આ મામલે નારાજગી વ્યક્ત કરીને આકરી ટીકા કરી હતી. ભાજપે પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા નુપુર શર્માને સસ્પેન્ડ કરી દીધા હતા.

Continues below advertisement
Sponsored Links by Taboola