Delhi Excise Policy Case :  અરવિંદ કેજરીવાલના રિમાન્ડ પર કોર્ટમાં સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે. રાઉઝ એવન્યુ કોર્ટે આ કેસમાં પોતાનો નિર્ણય અનામત રાખ્યો છે.  તમને જણાવી દઈએ કે, લીકર પોલિસી કેસમાં ઈડીએ શુક્રવારે બપોરે 2 વાગ્યે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને રાઉસ એવન્યુ કોર્ટમાં રજૂ કર્યા હતા.  EDએ કોર્ટમાં 28 પાનાની દલીલો રજૂ કરી હતી. તપાસ એજન્સીએ 10 દિવસના રિમાન્ડની માંગણી કરી છે. 

Continues below advertisement

 

 

EDએ કોર્ટમાં કહ્યું કે, કૌભાંડ અને છેતરપિંડી થઈ હોવાના મજબૂત પુરાવા છે. ગોવાની ચૂંટણી માટે ભંડોળ ઊભું કરવા માટે એક્સાઇઝ નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો હતો. અભિયોજન કેસનું પરીક્ષણ અને સર્વોચ્ચ અદાલત દ્વારા સમર્થન કરવામાં આવ્યું છે. સુપ્રીમ કોર્ટે આ તમામ બાબતોની તપાસ કરી અને મનીષ સિસોદિયાને જામીન આપવાનો ઈન્કાર કરી દીધો હતો. તપાસમાં ઘણા સ્તરો છે, અમારે આ મામલાના તળિયે સુધી જવું છે.

મની ટ્રેલની રિકવરી માટે કેજરીવાલના રિમાન્ડ જરૂરી - EDEDએ કહ્યું કે, આ કેસમાં મોટી સંખ્યામાં ઈલેક્ટ્રોનિક પુરાવાઓને નષ્ટ કરવાનો ઈતિહાસ છે. મોટી સંખ્યામાં ફોન નષ્ટ કરવામાં આવ્યા છે. આમ છતાં EDએ ઉત્તમ તપાસ હાથ ધરી છે. EDએ કહ્યું કે કેજરીવાલને કંફ્રંટ કરવાના છે, મની ટ્રેલની રિકવર કરવી છે, રિમાન્ડ આપવા માટે આ યોગ્ય કેસ છે.

ASG રાજુએ કહ્યું- સરકારી સાક્ષીઓના નિવેદનોને નકારી શકાય નહીંકેજરીવાલના વકીલે કહ્યું કે, જ્યારે તેઓ કહે છે કે તેમને પૂછપરછ માટે પોલીસ રિમાન્ડ જોઈએ છે. મતલબ કે તેમની પાસે મારી વિરુદ્ધ કોઈ પુરાવા નથી. આનો અર્થ એ છે કે તેઓ પહેલેથી જ નિષ્કર્ષ પર આવ્યા છે કે હું ગુના માટે દોષિત છું. આના પર એએસજી રાજુએ કહ્યું, સરકારી સાક્ષીના નિવેદનને નકારી શકાય નહીં, આ નિવેદનો કલમ 164 હેઠળ મેજિસ્ટ્રેટની સામે આપવામાં આવે છે.

ધરપકડ માટે આચારસંહિતાની રાહ શા માટે?કેજરીવાલના વકીલે કહ્યું, EDનો દાવો છે કે તેમની પાસે કેજરીવાલ વિરુદ્ધ તમામ સામગ્રી હતી, તો પછી તમે આચારસંહિતા લાગુ થાય ત્યાં સુધી રાહ કેમ જોઈ? શું તમે આની રાહ જોઈ રહ્યા હતા? ચૂંટણીમાં ભાગ લેવો એ રાજકારણીનો અધિકાર છે. કેજરીવાલ વતી ત્રણ વકીલો હાજર થયા ત્યારે EDએ પોતાનો વિરોધ વ્યક્ત કર્યો. વિક્રમ ચૌધરીએ કહ્યું કે, રિમાન્ડની શરૂઆતની લાઇન જ EDની દલીલ પર સવાલો ઉભા કરે છે. તેમને AAPના વડા કે મુખ્યમંત્રી તરીકે બોલાવવામાં આવતા ન હતા. જે રીતે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી છે તે EDની ઉતાવળ દર્શાવે છે. EDના રિમાન્ડ પેપરમાં તેમની ઉતાવળ દેખાઈ રહી છે. જ્યારે ઈડી પાસે અરવિંદ કેજરીવાલ અંગે કોઈ પ્રત્યક્ષ પુરાવા નથી.