શોધખોળ કરો

ચૂંટણીના પરિણામો 2024

(Source: ECI/ABP News/ABP Majha)

છોકરી સાથે હોટલમાં મળી આવેલા મેજર ગોગોઈ તપાસમાં દોષી, પ્રદર્શનકારીને જીપ સાથે બાંધીને થયા હતા જાણીતા

જમ્મુઃ શ્રીનગરની એક હોટલમાં છોકરી સાથે ધરપકડ કરવામાં આવેલા મેજર લિતુલ ગોગોઈ સામે હવે શિક્ષાત્મક કાર્યવાહી થશે. તેમને ડ્યૂટીના સમયે ઓપરેશનલ એરિયાથી દૂર હોવાના કેસમાં દોષી જાહેર કરાયા છે. આ ઉપરાંત મેજર ગોગોઈને આદેશોની અવગણના કરીને સ્થાનિક નાગરિકો સાથે સંબંધ વધારવાના કેસમાં પણ દોષી જણાયા છે. 23 મેના રોજ ભારતીય સેનાના મેજર લિતુલ ગોગોઈ શ્રીનગરની હોટલ ગ્રાંડ મમતમાં બડગામની એક છોકરી સાથે ધરપકડ કરવામાં આવી હતી. મેજર ગોગોઈ પર કથિત રીતે હોટલમાં રહેવા દરમિયાન સ્થાનિક યુવતી સાથે ઝઘડો કરવાનો આરોપ લાગ્યો હતો. આ વાતને લઈ હોટલ મેનેજમેન્ટે પોલીસ બોલાવી હતી. મામલો સામે આવ્યા બાદ સેનાએ કોર્ટ ઓફ ઇન્કવાયરીનો આદેશ આપ્યો હતો. પોલીસે મેજર ગોગોઈ અને છોકરીની પૂછપરછ માટે ધરપકડ કરી હતી. આઈપીજીએ આ મામલાની તપાસ શ્રીનગર ઝોનના એસપી સજ્જાદ શાહને સોંપી હતી. જે બાદ ગોગોઈને સેનાના બડગામ યૂનિટમાં પરત મોકલી દીધો હતો. 26 મેના રોજ આર્મી ચીફ બિપિન રાવતે કહ્યું હતું કે, જો તપાસમાં મેજર ગોગોઈ દોષી જણાશે તો સજા કરવામાં આવશે. આ સજા પણ એક ઉદાહરણ બની જશે. ગત વર્ષે મેજર ગોગોઈએ એક પ્રદર્શનકારીને હ્યુમન શીલ્ડના રૂપમાં જીપ સાથે બાંધ્યો હતો. તે સમયે આર્મી ચીફે તેનું સમર્થન કર્યું હતું અને પુરસ્કાર પણ આપવામાં આવ્યો હતો. જોકે આ મામલાનો ત્યારે ઘણો વિવાદ પણ થયો હતો.
વધુ જુઓ
Advertisement
Advertisement
Advertisement

ટોપ સ્ટોરી

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા

...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો

શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...

સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
Advertisement
ABP Premium

વિડિઓઝ

Hun To Bolish : હું તો બોલીશ : કળિયુગના કંસHun To Bolish: હું તો બોલીશ: ઠગ્સ ઓફ ઉત્તર ગુજરાતVadodara News : વડોદરાની SSG હોસ્પિટલમાં CCTV કેમેરા બંધ હાલતમાંBhavnagar News: ભાવનગરના તળાજામાં રોડનું નબળું કામ દૂર કરાયું

ફોટો ગેલેરી

પર્સનલ કોર્નર

ટોપ આર્ટિકલ્સ
ટોપ રીલ્સ
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
મહારાષ્ટ્રના મુખ્યમંત્રી તરીકે ફડણવીસનું નામ ફાઈનલ; આગામી બે દિવસમાં ધારાસભ્ય દળની બેઠક: BJP નેતા
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
...તો એકનાથ શિંદે 100 બેઠકો જીતી શક્યા હોત! શિવસેનાના ધારાસભ્યએ મહાયુતિને લઈને કર્યો મોટો દાવો
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
શું ફડણવીસ જ સીએમ બનશે? શિંદેએ કહ્યું - 'જે પણ નિર્ણય આવે.... અજિત પવારે પણ...
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
સાઉથની જાણીતી અભિનેત્રીએ કરી આત્મહત્યા, તેના જ ઘરમાં લટકતી લાશ મળી
બાથરૂમમાં બોમ્બની જેમ ફાટ્યું ગીઝર, લગ્નના 5માં દિવસે દુલ્હનનું મોત, આ 5 ભૂલો ક્યારેય ન કરવી

GST કલેક્શનથી સરકારની તિજોરી છલકાઈ, 1.80 લાખ કરોડને પાર પહોંચ્યો આંકડો  

Andhra Pradesh Waqf Board: આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આંધ્ર પ્રદેશ સરકારનો મોટો નિર્ણય! સીએમ ચંદ્રબાબુ નાયડુએ વકફ બોર્ડને રદ્દ કર્યું
આ કરદાતાઓ માટે મોટી રાહત, ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ લંબાવી, જાણો શું છે નવી તારીખ

Embed widget