કોલકાતા: કોરોના વાયરસ કેસમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે પશ્ચિમ બંગાળ સરકારે સપ્તાહમાં બે દિવસ લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યના મુખ્ય સચિવ અલપન બંદોપાધ્યાયએ તેની જાહેરાત કરી છે. તેમણે કહ્યું, આ સપ્તાહથી રાજ્યમાં પૂર્ણ લોકડાઉન લાગૂ થશે. આ સપ્તાહમાં ગુરૂવાર અને શનિવારે સંપૂર્ણ લોકડાઉન રહેશે.

ગૃહ સચિવ અલપન બંદોપાધ્યાયે કહ્યું કે પશ્ચિમ બંગાળના કેટલાક વિસ્તારમાં કોવિડ-19 કોમ્યૂનિટિ સંક્રણણના કેસ સામે આવ્યા છે.

કેંદ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય મુજબ, પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધીમાં 42487 કોરોનાના કેસ સામે આવ્યા છે. 1112 લોકોના મોત થયા છે. 24883 દર્દી સ્વસ્થ થયા છે. 16492 દર્દીઓની સારવાર ચાલી રહી છે.