Omicron in India: દેશમાં જીવલેણ કોરોના વાયરસના ઓમિક્રૉન વેરિએન્ટથી સંક્રમણનો ખતરો વધતો જ જઇ રહ્યો છે. કાલે દેશની આર્થિક રાજધાની મુંબઇમાં બે વધુ બે લોકો ઓમિક્રૉન વેરિએન્ટથી સંક્રમિત નીકળ્યા છે. ત્યારબાદ આ વેરિએન્ટથી સંક્રમિત લોકોની સંખ્યા વધીને કુલ 23 થઇ ગઇ છે. ઓમિક્રૉનના ખતરાની વચ્ચે એક મોટી જાણકારી સામે આવી છે. છેલ્લા કેટલાક દિવસો દરમિયાન વિદેશથી મહારાષ્ટ્રમાં પહોંચેલા લગભગ 100થી વધુ લોકો ગાયબ થઇ ગયા છે, તંત્રએ હવે આ લોકોની માહિતી મેળવવાનુ શરૂ કરી દીધુ છે. ખાસ વાત છે કે લોકોના ફોન પણ બંધ આવી રહ્યાં છે. 


295 વિદેશી યાત્રીઓમાંથી 109 યાત્રીઓનો કંઇજ અત્તોપત્તો નથી- 
કલ્યાણ ડોમ્બિવલી મ્યૂનિસિપલ કૉર્પોરેશન (KDMC)ના પ્રમુખ વિજય સૂર્યવંશીએ સોમવારે એજન્સી પીટીઆઇને કહ્યું કે વિદેશથી થાણે જિલ્લામાં આવેલા 295 વિદેશી યાત્રીઓમાથી 109 યાત્રીઓનો કોઇજ અત્તોપત્તો નથી. વિજય સૂર્યવંશીએ બતાવ્યુ કે આ લોકોમાંથી કેટલાકના મોબાઇલ ફોન પણ બંધ આવી રહ્યાં છે. એટલુ જ નહીં વિદેશથી આવેલા જે યાત્રીઓએ પોતાનુ સરનામુ આપ્યુ હતુ, પરંતુ ત્યા હવે તાળુ લાગેલુ છે. 


ઉલ્લેખનીય છે કે ઓમિક્રૉનના ખતરાને ધ્યાનમા રાખતા મહારાષ્ટ્ર સરકારે રિસ્કી દેશોમાંથી યાત્રા કરીને ભારત આવનારા લોકોને સાત દિવસના હૉમ ક્વૉરન્ટાઇનમાં રહેવાનો નિયમ બનાવ્યો છે. આવા લોકોને સાત દિવસ બાદ ફરીથી કોરોના ટેસ્ટ થાય છે.  


India, Omicron Cases Tally: કોરોનાના નવા વેરિઅન્ટ Omicron એ વધારી ચિંતા, જાણો દેશમાં કેટલી થઇ કુલ દર્દીઓની સંખ્યા?
Omicron Cases In Mumbai: કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના કેસ દેશમાં સતત વધી રહ્યા છે. આજે મુંબઇમાં જ બે લોકોમાં ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટી થઇ છે. બંન્ને 25 નવેમ્બરના રોજ સાઉથ આફ્રિકાથી પરત ફર્યા હતા અને તેમનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ ઓમિક્રોન છે કે નહી તેની તપાસ માટે સેમ્પલ પૂણેની NIVમાં જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવ્યા હતા. હવે તેમનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સાથે મહારાષ્ટ્રમાં ઓમિક્રોનથી સંક્રમિત દર્દીઓની સંખ્યા 10 થઇ ગઇ છે. આ સાથે દેશમાં અત્યાર સુધીમાં 23 લોકોમાં ઓમિક્રોન વેરિઅન્ટની પુષ્ટી થઇ છે.


કોરોનાના નવા ખતરા વચ્ચે મહારાષ્ટ્ર સરકારે આરટીપીસીઆર ટેસ્ટની કિંમત 500થી ઘટાડીને 350 રૂપિયા કરી દીધી છે. જ્યારે હોમ કલેક્શન પર 800ના બદલે હવે 700 રૂપિયા આપવા પડશે. ભારતમાં રવિવારે કોરોના વાયરસના નવા વેરિઅન્ટ ઓમિક્રોનના 17 કેસ સામે આવ્યા હતા. જેમાં નવ કેસ જયપુરમાં, સાત મહારાષ્ટ્રના પૂણે જિલ્લામાં અને એક કેસ દિલ્હીમાં નોંધાયો હતો. જે લોકો સંક્રમિત થયા છે તેમાં મોટાભાગના તાજેતરમાં જ આફ્રિકાના દેશોમાંથી ભારત પરત આવ્યા છે અથવા તેવા લોકોના સંપર્કમાં આવ્યા છે. દેશમાં પ્રથમ ઓમિક્રોનનો કેસ 2 ડિસેમ્બરના રોજ કર્ણાટકમા નોંધાયો હતો. કોરોનાના નવા વેરિઅન્ટને જોતા સરકાર વિદેશથી આવતા લોકો પર દેખરેખ રાખી રહી છે. કેન્દ્ર સરકારે અનેક દેશોને એટ રિસ્કની યાદીમાં મુક્યા છે. જેમાં બ્રિટન સહિત યુરોપિયન દેશ, સાઉથ આફ્રિકા, બ્રાઝીલ, બોત્સવાના, ચીન, મોરિશિયસ, ન્યૂઝિલેન્ડ, ઝીમ્બાબ્વે, સિંગાપોર,હોંગકોંગ, ઇઝરાયલ સામેલ છે.