Corona Vaccine: ભારતમાં કોરોનાના કેસ ઘટી ગયા છે. આ દરમિયાન બાળકોની રસી પર ભાર મુકવામાં આવી રહ્યો છે. દેશમાં હવે 12-14 વર્ષના બાળકોનું પણ રસીકરણ શરૂ થશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ આ  અંગે ટ્વિટ કર્યું છે.


મનસુખ માંડવિયાએ ટ્વીટ કરીને લખ્યું, બાળકો સુરક્ષિત તો દેશ સુરક્ષિત. મને જણાવતાં ખુશી થાય છે કે  16 માર્ચથી 12 થી 14 વર્ષના બાળકોનું રસીકરણ શરૂ થઈ રહ્યું છે. ઉપરાંત 60 વર્ષથી મોટા તમામ લોકો હવ પ્રિકોશન ડોઝ લઇ શકશે. મારો બાળકાના પરિવારજનો તથા 60થી મોટી વયના લોકોને વેક્સિન જરૂર લેવાનો આગ્રહ છે.






ભારતમાં શું છે કોરનાની સ્થિતિ


ભારતમાં કોરોનાની ત્રીજી લહેર સમાપ્ત થવાના આરે છે. દૈનિક કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા થોડા દિવસોથી પાંચ હજાર કરતાં પણ ઓછા કેસ નોંધાઈ રહ્યા છે. રવિવારે દેશમાં 3116 કેસ નોંધાયા હતા અને 16 સંક્રમિતોના મોત થયા હતા.સ્વાસ્થ્ય મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, છેલ્લા 24 કલાકમાં 2503 નવા કેસ નોંંધાયા છે અને 27 સંક્રમિતોના મોત થયા છે. જ્યારે 4377 સંક્રમિતોએ કોરોનાને મ્હાત આપી છે. દૈનિક પોઝિટિવિટી રેટ 0.47 ટકા છે.



  • એક્ટિવ કેસઃ 36,168

  • કુલ ડિસ્ચાર્જઃ 4,24,41,449

  • કુલ મૃત્યુઆંકઃ 5,15,877

  • કુલ રસીકરણઃ 1,79,91,57,486 


કોરોનાનો આવશે નવો વેરિઅન્ટ ?


દેશમાં કોરોનાના ઘટતાં કેસ વચ્ચે નિષ્ણાતોએ કહ્યું કે કોરોનાનું જોખમ હજુ પણ ટળ્યું નથી. કોરોનાનો નવો વેરિઅન્ટ સામે આવે તેવી આશંકા છે. દેશભરમાં કોરોનાના કેસ ઘટી રહ્યા હોવાથી મોટાભાગના રાજ્યોએ કોરોના સંબંધિત પ્રતિબંધો હટાવી લીધા છે અને જનજીવનની બધી જ પ્રવૃત્તિઓ સામાન્ય થઈ ગઈ છે. જોકે, નિષ્ણાતોનું કહેવું છે કે આપણે હજુ પણ સાવધાની રાખવાની જરૂર છે. ટાટા ઈન્સ્ટિટયૂટ ફોર જિનેટિક્સ એન્ડ સોસાયટીના નિર્દેશક રાકેશ મિશ્રાએ કહ્યું કે હજુ કોરોના મહામારી અંતિમ તબક્કામાં પહોંચી નથી. દેશમાં ભવિષ્યમાં કોરોનાના નવા વેરિઅન્ટ સામે આવી શકે છે. કોરોના મહામારી ખતમ થઈ છે કે નહીં તેનો આધાર નવો કોઈ વેરિઅન્ટ સામે આવે છે કે નહીં તેના પર છે તેમ તેમણે કહ્યું હતું.