ગોરખપુર: કોવિડ-19ની વેક્સિન કોવેક્સિનનું હ્મુમન ક્લીનિકલ ટ્રાયલ ગોરખપુરની રાણા હોસ્પિટલ તથા ટ્રામા સેન્ટરમાં શરૂ થઈ ગયું છે. હોસ્પિટલના મુખ્ય પ્રશાસનિક અધિકારી વેંકટેશ ચતુર્વેદીએ શુક્રવારે જણાવ્યું કે, પરીક્ષણ ગુરુવારે સાંજે ડોક્ટર અજીત પ્રતાપ સિંહ અને ડૉક્ટર સોના ઘોષણની દેખરેખમાં શરુ થયું છે. અત્યાર સુધી નવ લોકોને તેમની અનુમતિથી રસી મુકવામાં આવી છે.

ચતુર્વેદીએ જણાવ્યું કે, “ભારત બાયોટેક ઈન્ટરનેશનલ દ્વારા વિકસિત વેક્સિન ‘કોવેક્સિન’નો 34 ડોઝનો પ્રથમ જથ્થો બુધવારે મળ્યો. શુક્રવારે અમને ઝાયડસ કેડિલા દ્વારા વિકસિત 20 કોવૈક્સિન મળે. ભારત બાયોટેકની રસીનું માનવી પર પરિક્ષણ શરુ કરવામાં આવ્યું છે. જલ્દીજ ઝાયડસ કેડિલાની રસીનું પણ પરિક્ષણ શરૂ કરવામાં આવશે. ”