સલાહકાર મનોજ પરિદાએ કહ્યું- લગ્ન સમારાહોમાં દારુ પીરસવાની અનુમતી આપવામાં આવશે. આ માટે ઉત્પાદ શુલ્ક વિભાગ પાસેથી ખાસ પરવાનગી લેવામાં આવી છે. જોકે, અનલૉક-2 દરમિયાન બાર બંધ રહેશે. તેમને કહ્યું કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલય તરફથી લાગુ અનલૉક-2નો આદેશ ચંડીગઢમાં લાગુ કરવામાં આવશે. બીજીબાજુ સ્થાનિક લોકોની માંગ પર ટ્રાફિક નિયમો માટે કેટલાક દિશા નિર્દેશો જાહેર કરવામાં આવ્યા છે.
તંત્રએ ટુવ્હિલર પર બે લોકોને સવાર થવા અને કારમાં ચાર લોકોને સવાલ થવાની અનુમતી આપી છે. પ્રેસ રિલીઝ અનુસાર ઓટો રિક્શામાં ચાલક સહિત ત્રણ લોકોને બેસવાની મંજૂરી રહેશે. જોકે ડ્રાઇવર અને બધા પેસેન્જરને માસ્ક પહેરવુ પડશે. આ ઉપરાંત એ પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે હાલ સિલેક્ટેડ બજારોને જ ખોલવા માટે નિર્ધારિત સમ-વિષમની પ્રણાલી ખતમ કરવામાં આવશે.
ઉપરાંત દુકાનો અને રેસ્ટૉરન્ટો ખુલવાનો સમય હવે સવારે 10થી રાત્રે 9 વાગ્યા સુધી કરી દેવામાં આવ્યો છે. ત્યારબાદ રાત્રે 10 વાગ્યાથી સવારે 5 વાગ્યા સુધી નાઇટ કરફ્યૂ લાગુ રહેશે.