સાઉથ વેસ્ટ દિલ્હીના ડીસીપી દેવેંદ્ર આર્યએ જણાવ્યું કે એઈમ્સ ટ્રોમા સેન્ટરના ચોથા માળેથી કૂદીને આત્મહત્યાનો પ્રયાસ કરનારા વ્યક્તિની હાલ ગંભીર છે. તેને આઈસીયૂમાં દાખલ કરવામાં આવ્યો છે. અમે આ ઘટના અંગે તપાસ કરી રહ્યા છીએ. આ પહેલા પણ ઘણી વખત એઈમ્સમાં કોરોનાના દર્દીઓ આત્મહત્યાનો પ્રયાસ કરી ચૂક્યા છે.
દિલ્હીમાં અત્યાર સુધીમાં આશરે એક લાખ લોકો કોરોના વાયરસથી સંક્રમિત થયા છે અને તેમાંથી 3067 લોકોના મોત થયા છે. 71339 લોકો સારવાર બાદ સ્વસ્થ થયા છે. હાલ દિલ્હીમાં 25038 એક્ટિવ કેસ છે.