ક્રિકેટર રિંકુ સિંહના પિતાનું નિધન, નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં લીધા અંતિમ શ્વાસ, પુત્ર વિશ્વકપ છોડી ઘર પરત ફર્યો
ભારતીય ક્રિકેટર રિંકુ સિંહના પિતાનું નિધન થયું છે. તેમણે ગ્રેટર નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. રિંકુ સિંહના પિતા લાંબા સમયથી કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા.

ભારતીય ક્રિકેટર રિંકુ સિંહના પિતાનું અવસાન થયું છે. તેમણે ગ્રેટર નોઈડાની યથાર્થ હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા. રિંકુ સિંહના પિતા, ખાચંદ્ર સિંહ, સ્ટેજ-4 લીવર કેન્સર સામે લડી રહ્યા હતા. તાજેતરમાં તેમની તબિયત ખૂબ જ બગડી હતી, જેના કારણે તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પિતાની બગડતી તબિયતની જાણ થતાં, રિંકુ સિંહને અચાનક ટીમ ઈન્ડિયા છોડીને ઘરે પાછા ફરવું પડ્યું.ખાચંદ્ર સિંહ ઘણા દિવસોથી મિકેનિકલ વેન્ટિલેટર સપોર્ટ પર હતા અને સતત રીનલ રિપ્લેસમેન્ટ થેરાપી લઈ રહ્યા હતા.
રિંકુ સિંહ વર્લ્ડ કપના મેચ અધવચ્ચે છોડી અચાનક જ ઘરે પરત ફર્યો
તાજેતરમાં, સમાચાર આવ્યા હતા કે, T20 વર્લ્ડ કપમાં ટીમ ઈન્ડિયાના સૌથી મહત્વપૂર્ણ ખેલાડીઓમાંના એક રિંકુ સિંહ ટીમ છોડીને ઘરે પરત ફર્યા છે. ટીમ ઈન્ડિયાએ મંગળવારે ચેન્નાઈના એમએ ચિદમ્બરમ સ્ટેડિયમમાં પ્રેક્ટિસ સેશન યોજ્યું હતું, પરંતુ રિંકુ સિંહે ભાગ લીધો ન હતો. અન્ય ખેલાડીઓ પ્રેક્ટિસ કરતા જોવા મળ્યા હતા. આ પછી જ સમાચાર આવ્યા કે, તેના પિતા ગંભીર રીતે બીમાર છે . આ કારણે રિંકુને ઘરે પરત ફરવું પડ્યું. 28 વર્ષીય ખેલાડી ઉત્તર પ્રદેશના અલીગઢનો રહેવાસી છે.
રિંકુ વર્લ્ડ કપમાં વધુ મેચ રમશે કે નહીં તે અંગે કોઈ અપડેટ નથી.
બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં, ભારતીય ટીમના બેટિંગ કોચ સિતાંશુ કોટકે રિંકુ સિંહ વિશે અપડેટ આપતા કહ્યું કે તેના પિતા બીમાર છે અને ઘરે પરત ફર્યા છે. કોચે વધુમાં પુષ્ટિ આપી હતી કે રિંકુ ટૂંક સમયમાં ટીમમાં જોડાશે. જો કે, આ દુઃખદ સમાચાર પછી, તે ક્યારે ટીમ ઈન્ડિયાનો ભાગ બનશે તે અંગે કંઈ કહી શકાય નહીં.
રિંકુના પિતા કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા.
ખાચંદ્ર સિંહ ઘણા સમયથી લીવર કેન્સર સામે ઝઝૂમી રહ્યા હતા, પરંતુ તાજેતરમાં તેમની તબિયત અચાનક બગડી ગઈ હતી, ત્યારબાદ તેમને ગ્રેટર નોઈડાની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. છેલ્લા કેટલાક દિવસોમાં તેમની તબિયત ઘણી બગડી ગઈ હતી. તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા હતા, અને ડોક્ટરો તેમની સ્થિતિને નિયંત્રિત કરવા માટે સતત તેમને તીબીબી ઓબ્ઝર્વેશન હેઠળ રખાયા હતા. રિંકુના પિતા નજીકથી તબીબી દેખરેખ હેઠળ હતા, પરંતુ તેમના સ્વાસ્થ્યમાં કોઈ સુધારો થયો ન હતો.























