નવી દિલ્હીઃ દિલ્હી પોલીસની ક્રાઇમ બ્રાંચ હવે મૌલાના સાદના કોરોના ટેસ્ટ રિપોર્ટની રાહી છે. ક્રાઇમ બ્રાન્ચના સુત્રોનું કહેવુ છે કે પહેલા પણ મૌલાના સાદે કહેવામાં આવ્યુ હતુ કે કોરોના ટેસ્ટનો રિપોર્ટ સરકારી હોવો જોઇએ, પણ સાદે પ્રાઇવેટ લેબમાંથી ટેસ્ટ કરાવ્યો હતો.


આ કારણે હવે ક્રાઇમ બ્રાન્ચે મૌલાના સાદને ચોથી નોટિસ ફટકારી છે. આ નોટિસમાં ટેસ્ટ કરાવવાનુ તો લખ્યું જ છે, પણ સાથે સાથે તેના કેટલાક જવાબો પણ માંગવામાં આવ્યા છે.

આ પહેલા મૌલાના સાદે લાલ પેથ લેબમાંથી કૉવિડ-19નો ટેસ્ટ કરાવ્યો હતો. જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો, સાદના વકીલોએ તે રિપોર્ટની કૉપી ક્રાઇમ બ્રાન્ચને મોકલી દીધી હતી. તે ટેસ્ટ ગયા અઠવાડિયે જ કરાવ્યો હતો.



જોકે સાદનુ ક્વૉરન્ટાઇન જેવુ પુરુ થયુ તેવુ જ સાદે કોરોના ટેસ્ટ પ્રાઇવેટ લેબમાં કરાવીને ક્રાઇમ બ્રાન્ચને મોકલી દીધો હતો. પણ ક્રાઇમ બ્રાન્ચે કોરોનાનો ટેસ્ટ કોઇપણ સરકારી લેબમાં જ કરાવવાનુ કહ્યું હતું. ક્રાઇમ બ્રાન્ચે કહ્યું કે પ્રાઇવેટ લેબનો ટેસ્ટ માન્ય નહીં ગણાય.

નોંધનીય છે કે ક્રાઇમ બ્રાન્ચે મૌલાના સાદ સહિત સાત લોકો વિરુદ્ધ કેસ નોંધ્યો છે. તેની તપાસ હજુ ચાલી રહી છે. ક્રાઇમ બ્રાન્ચ તપાસ સાથે સંબંધિત સબુતો એકઠા કરી રહી છે.