પહલૂ ખાન મામલે કોર્ટના નિર્ણય પર પ્રિયંકા ગાંધીએ કર્યું ટ્વિટ, ફરિયાદ દાખલ
એબીપી અસ્મિતા વેબ ટીમ | 16 Aug 2019 11:03 PM (IST)
કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની સામે ફરિયાદ દાખલ થઈ છે. આ મામલે આગામી સુનાવણી 26 ઓગસ્ટે કરવામાં આવશે.
નવી દિલ્હી: કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાની સામે ફરિયાદ દાખલ થઈ છે. આ મામલે આગામી સુનાવણી 26 ઓગસ્ટે કરવામાં આવશે. આ અરજીમાં પહેલૂ ખાનની માર-મારીને કરવામા આવેલી હત્યા કરવાના મામલે રાજસ્થાનની કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણય પર પ્રિયંકાની ટિપ્પણીને કોર્ટેની અવમાનના અને ધાર્મિક ઉન્માદ ફેલાવવા અને લોઅર કોર્ટના નિર્ણયનું અપમાન કરવાનાં આરોપમાં બિહારનાં મુઝફ્ફરપુરમા ફરિયાદ કરી છે. મુખ્ય ન્યાયિક મેજિસ્ટ્રેટ સૂર્યકાંત તિવારીની કોર્ટમાં આ અરજી એક સ્થાનિક વકીલ સુધીર કુમાર ઓઝાએ દાખલ કરી છે. ઓઝાએ પ્રિયંકા ગાંધીના નિવેદનને દંગા ભડકાવનારૂ, શાંતિ ભંગ કરનાર અને અપરાદિક ધમકી વાળુ ગણાવ્યું છે. કોંગ્રેસનાં મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ શુક્રવારે કહ્યુ હતું કે, પહેલૂ ખાન મોબ લિંચિંગ મામલામાં લોઅર કોર્ટનો નિર્ણય ચોંકવનારો છે. સાથે જ તેમણે કહ્યુ હતુ કે, આપણા દેશમાં અમાનવીયતા માટે કોઈ જગ્યા ન હોવી જોઈએ અને ભીડ દ્વારા હત્યા એક જઘન્ય અપરાધ છે. રાજસ્થાન સરકારનો મોબ લિંચિંગ પર કાયદો બનાવવાનો નિર્ણય ખુબ સારો છે. આશા છે કે આ કેસ સોલ્વ કરી એક સારૂ ઉદાહરણ પુરૂ પાડવામાં આવે.