Cruise Party: મુંબઈથી ગોવા જઈ રહેલી ક્રૂઝ પર ડ્રગ્સ પાર્ટી દરમિયાન, નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોએ રવિવારે રાત્રે દરોડો પાડીને એક મોટા અભિનેતાના પુત્ર સહિત દસ લોકોની અટકાયત કરી હતી. આ તમામની પૂછપરછ કરવામાં આવી રહી છે. એનસીબીના સુત્રોનુ કહેવુ છે કે, ક્રુઝ પર પાર્ટી માટે સંતાડીને ડ્રગ્સ લાવવામાં આવ્યુ હતુ.કોઈએ પેન્ટની સિલાઈમાં તો કોઈએ શર્ટના કોલરમાં તો મહિલાઓએ પર્સના હેન્ડલમાં ડ્રગ્સ સંતાડ્યુ હતુ.કેટલાક લોકોના અન્ડરવેરમાંથી પણ ડ્રગ્સ પકડાયુ છે.. એનસીબી તમામ માહિતીની ચકાસણી કરી રહી છે અને લોકોને આ સંબંધિત પ્રશ્નો પણ પૂછી રહી છે. નારકોટિક્સ કંન્ટ્રોલ બ્યુરો તરફથી ક્રૂઝ પાર્ટી  પાડવામાં આવેલી રેડમાં કેટલાક ચોંકાવનારા ખુલાસા સામે આવી રહ્યાં છે. એનસીબીના સૂત્રો દ્રારા મળતી માહિતી મુજબ  અભિનેતા શાહરૂખ ખાનાના દીકરા આર્યનના લેંસના ડબ્બામાંથી ડ્રગ્સ  મળ્યું છે. આ મામલે અભિનેતાના પુત્રનું નિવેદન પણ નોધવામાં આવ્યું છે. 


દરિયાની મધ્યમાં, જ્યાં કોઈ પોલીસનો ડર ન હોય ત્યાં આ ડ્રગ્સ પાર્ટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેના કારણે ક્રુઝ પર ચાલતી આ ડ્રગ પાર્ટીની એન્ટ્રી ફી 80 હજારથી 5 લાખ રૂપિયા રાખવામાં આવી હતી. આ ક્રૂઝની ક્ષમતા લગભગ 2 હજાર લોકોની છે. અહીં 1 હજારથી ઓછા લોકો હાજર હતા. આ પાર્ટી માટેનું આમંત્રણ ઈન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મનો ઉપયોગ કરીને આપવામાં આવ્યું હતું, જેના માટે કેટલાક લોકોને આકર્ષક કીટ રજૂ કરીને આમંત્રણ આપવામાં આવ્યું હતું.


આ ક્રૂઝ પાર્ટીમાં ભાગ લેનારાઓમાં મોટા ભાગના દિલ્હીના છે, જે ફ્લાઇટ મારફતે મુંબઇ આવ્યા હતા અને પછી ક્રુઝ પર ગયા હતા. અરબાઝ નામના વ્યકતિની પણ NCB  પૂછપરછ  કરી રહી છે.


કયા લોકોની પૂછપરછ


આર્યન ખાન, અરબાઝ મર્ચંટ, મુનમુન ધામેચા, નૂપુર સારિકા, ઈસમત સિંહ, મોહક જયસ્વાલ, વિક્રાંત છોકે, ગોમિત ચોપરા.