Cyclone Remal Live Updates: ભારતીય હવામાન વિભાગ (IMD) એ શનિવારે 'રેમલ' વાવાઝોડાને લઈને એલર્ટ જાહેર કર્યું છે. આજે રવિવારે IMD એ તેના અપડેટને લઈને સોશિયલ મીડિયા સાઈટ X પર એક પોસ્ટ શેર કરી છે. પોસ્ટમાં, IMDએ જણાવ્યું હતું કે ચક્રવાત 'રેમલ'બંગાળની ખાડી પર સાગર ટાપુઓથી લગભગ 290 કિમી દક્ષિણ પૂર્વમાં, ખેપુપારા (બાંગ્લાદેશ) થી 300 કિમી દક્ષિણ પૂર્વમાં અને કેનિંગ (WB) થી 320 કિમી દક્ષિણ પૂર્વમાં છે.


ચક્રવાત 'રેમાલ' પર, IMD વૈજ્ઞાનિક સોમનાથ દત્તાએ કહ્યું, "છેલ્લા 6 કલાકમાં ચક્રવાત 'રેમલ' ઉત્તર ખાડી તરફ 13 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. તે બાંગ્લાદેશના ખેપુપારાથી દક્ષિણ-પશ્ચિમ છે. હાલમાં પવનની ઝડપ 95-105 કિમી/કલાક છે. વિભાગે કહ્યું કે જ્યારે 'રેમલ' દરિયાકાંઠે પહોંચશે ત્યારે 110 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને તેની ગતિ 135 કિલોમીટર પ્રતિ કલાકની હશે.






ચક્રવાત 'રેમાલ' એક ગંભીર ચક્રવાતી વાવાઝોડામાં પરિવર્તિત થઈ ગયું છે અને રવિવારની મધ્યરાત્રિ સુધીમાં બાંગ્લાદેશ અને પશ્ચિમ બંગાળના દરિયાકાંઠે ત્રાટકે તેવી સંભાવના છે. ચક્રવાત રામલની અસર કોલકાતામાં દેખાવા લાગી છે. કોલકાતામાં વરસાદ શરૂ થઈ ગયો છે. બીચ પર 1 મીટરના મોજા ઉછળી રહ્યા છે. 


ભારતીય નૌકાદળે ચક્રવાત રેમલને પગલે તૈયારીઓ શરુ કરી દિધી છે.  નેવલ હેડક્વાર્ટર ખાતે પરિસ્થિતિ પર નજીકથી નજર રાખવામાં આવી રહી છે. હેડક્વાર્ટર ઈસ્ટર્ન નેવલ કમાન્ડ દ્વારા વ્યાપક તૈયારીની કાર્યવાહી કરવામાં આવી રહી છે. 


સિઝનનું પ્રથમ ચક્રવાત છે અને હિંદ મહાસાગર ક્ષેત્રમાં ચક્રવાતના નામકરણની પદ્ધતિ મુજબ તેનું નામ રેમલ રાખવામાં આવ્યું છે. આ નામ ઓમાન દ્વારા ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રમાં નામકરણની સિસ્ટમ અનુસાર આપવામાં આવ્યું છે. 


હવામાન વિભાગે જણાવ્યું કે ચક્રવાતી તોફાન રેમલ આજે મધ્યરાત્રિએ પશ્ચિમ બંગાળ અને બાંગ્લાદેશના દરિયાકાંઠે ત્રાટકશે. જેના કારણે નીચાણવાળા વિસ્તારોને ખાલી કરાવવામાં આવ્યા છે.