Trending Video : સરકાર મહિલા સશક્તિકરણ વિશે ભલે મોટા દાવા કરતી હોય, પરંતુ જ્યારે તમે દિલ્હીના જીબી રોડ જેવા રેડ લાઇટ વિસ્તારો વિશે સત્ય જાણશો, ત્યારે તમારા રુવાડા ઉભા થઈ  જશે. આજે અમે તમને જીબી રોડ વિશે એક કાળું સત્ય જણાવવા જઈ રહ્યા છીએ, જેને સાંભળ્યા પછી નબળા હૃદયવાળા લોકો લોહીના આંસુ રડવા લાગશે. તાજેતરમાં, સોશિયલ મીડિયા પર એક વીડિયો વાયરલ થયો છે જેમાં જીબી રોડનું કાળું સત્ય ઉજાગર થયું છે જે સાંભળીને તમે હચમચી જશો. આ વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે, જેના કારણે યુઝર્સ ખૂબ ગુસ્સે છે.

Continues below advertisement

સગીર છોકરીઓને જવાન દેખાડવા માટે આપવામાં આવે છે ઇન્જેક્શન 

ખરેખર, સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલો વીડિયો એક પોડકાસ્ટનો છે જેમાં જીબી રોડના સત્યને લઈ  પ્રશ્નો ઉભા કરવામાં આવ્યા છે. પોડકાસ્ટમાં, સામાજિક કાર્યકર અતુલ શર્મા જણાવે છે કે તેમણે એવી ઘણી ઘટનાઓ જોઈ છે જ્યાં દુશ્મનાવટને કારણે છોકરીઓનું અપહરણ કરવામાં આવ્યું હતું અને ખૂબ જ નાની ઉંમરે આ વ્યવસાયમાં ધકેલી દેવામાં આવી હોય.  તેમને એવી ઊંચાઈએ ઉભી રાખવામાં આવે છે કે તેમનો ચહેરો અને છાતી દેખાય. કારણ કે ગ્રાહકો આ બધું જોયા પછી જ આવે છે.

Continues below advertisement

 

અતુલ શર્માએ એ પણ જણાવ્યું કે કઈ રીતે સગીર છોકરીઓને તેમના શરીરના ભાગો મોટા કરવા અને તેમને યુવાન દેખાવા માટે ઓક્સીટોસિન (Oxytocin)નામનું ઇન્જેક્શન આપવામાં આવે છે. એટલું જ નહીં, એક નાની ઉંમરની છોકરીને દિવસમાં 15 થી 20 ગ્રાહકો સાથે સૂવું પડે છે. સુંદર છોકરીઓને એવા ગ્રાહકોને સોંપવામાં આવે છે જેમનો ચહેરો પણ કોઈ જોવાનું પસંદ ન કરે,  હકીકતમાં તે ગ્રાહકોનો ચહેરો જોયા પછી, કોઈ તેમના હાથનું પાણી પણ ન પીવે. 

જ્યાં સુધી ગર્ભવતી ન થાય ત્યાં સુધી કોન્ડોમ વાપરવાની મંજૂરી નથી આપવામાં આવતી

અતુલ શર્માએ જીબી રોડ વિશે એક કાળું સત્ય એ પણ કહ્યું કે શરૂઆતમાં છોકરીઓને તેમની માલકિન કોન્ડોમ વાપરવાની મંજૂરી આપતી નથી કારણ કે તે તેનાથી પણ પૈસા કમાય છે. જ્યારે છોકરી ગર્ભવતી થાય છે, ત્યારે ડિલિવરી પછી બાળક તેની પાસેથી છીનવી લેવામાં આવે છે અને તેણીને તેના બાળકને મળવા માટે દર વખતે 200 રૂપિયા ચૂકવવા પડે છે. આગળ તેઓ જણાવે છે કે બજારમાં સગીર છોકરીઓની માંગ સૌથી વધુ છે. આ કામને કારણે ઘણી છોકરીઓ તેમની નજર સામે જ મૃત્યુ પામી છે. તમને જણાવી દઈએ કે અતુલ શર્મા એક સામાજિક કાર્યકર છે અને છેલ્લા 30 વર્ષથી સેક્સ વર્કર્સના અધિકારો માટે કામ કરી રહ્યા છે. આ ઉપરાંત, તેમણે ઘણી સેક્સ વર્કર્સને પણ બચાવી છે. અતુલ શર્મા તાજેતરમાં True Talk ના પોડકાસ્ટમાં પહોંચ્યા હતા. 

કઈ રીતે દુર્ગંધમાં ખાવાનું ખાય છે સેક્સ વર્કર્સ

અતુલ શર્માએ જણાવ્યું કે જીબી રોડના રેડ લાઈટ વિસ્તારમાં સેક્સ વર્કર્સ એટલી દુર્ગંધમાં  ખોરાક ખાય છે કે જ્યાં લોકો થૂંકીને ચાલ્યા જાય છે, જ્યારે કેટલાક કોન્ડોમ ફેંકીને ચાલ્યા જાય છે. એટલું જ નહીં, કોઈપણ વ્યક્તિ જમતી વખતે સેક્સ વર્કરની નજીક પેશાબ પણ કરીને ચાલ્યા જાય છે. આ સત્ય જાણ્યા પછી તમારા પણ રૂંવાડા ઉભા થઈ ગયા હશે. પરંતુ જીબી રોડના આ કાળા સત્યનો રથ અહીં અટકતો નથી. સેક્સ વર્કર્સ પાસેથી કરાવવામાં આવતા બીજા ઘણા ઘૃણાસ્પદ કામો છે.

યૂઝર્સ હેરાન રહી ગયા 

આ વીડિયો @askshivanisahu નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે જેને અત્યાર સુધીમાં લાખો લોકોએ જોયો છે, જ્યારે ઘણા લોકોએ આ વીડિયોને લાઈક પણ કર્યો છે. આવી સ્થિતિમાં, સોશિયલ મીડિયા યુઝર્સ વીડિયો અંગે વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. એક યુઝરે લખ્યું... શું કારણ છે કે સરકાર જીબી રોડના આ રેડ લાઇટ એરિયા બંધ કરી શકતી નથી? બીજા એક યુઝરે લખ્યું…તમે મને આ કહી રહ્યા છો અને મારા કાનમાંથી લોહી નીકળી રહ્યું છે. પછી બીજા યુઝરે લખ્યું... બધી છોકરીઓ સાથે આવું નથી થતું, મોટાભાગની છોકરીઓ પોતાની મરજીથી આવે છે. પછી બીજા યુઝરે લખ્યું... આ કામમાં મોટાભાગની છોકરીઓ નેપાળ અને બાંગ્લાદેશની છે.