નવી દિલ્લીઃ અંડરવર્લ્ડ ડૉન દાઉદ ઇબ્રાહીમને પકડવા માટે મોદી સરકારે એક પ્લાન બનાવ્યો છે. દાઉદના કાળા કારોબાર પર નજર રાખવા માટે 50 લોકોનું લીસ્ટ બનાવવામાં આવ્યું છે. આ ટીમમાં રૉ, સીબીઆઇ, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. સૂત્રો પાસેથી એ પણ જાણકારી મળી રહી છે કે, દાઉદ ઇબ્રાહીમ છેલ્લા ઘણા વર્ષોથી બીમારીના લીધે કોઇ જ પ્રકારીની મૂવમેન્ટ નથી કરી રહ્યો.
એબીપી ન્યૂઝને મળેલી જાણકારી મુજબ દાઉદના કાળા કારોબારની તમામ પ્રકારની ગતિવિધી પર નજર રાખવા માટે 50 લોકોનું લીસ્ટ બનાવવામાં આવ્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દાઉદ ઇબ્રાહીમ છેલ્લા ઘણા વર્ષોથી કોઇ જ મૂવમેન્ટ નથી કરી રહ્યો. અને તે કોઇ જ ફોન અટેન્ડ નથી કરી રહ્યો. સૂત્રોના જણાવ્યા અનુસાર કરાચીમાં દાઉદ અને તેનો પરિવાર બુલેટ પ્રુફ ગાડીમાં ફરી રહ્યો છે.
દાઉદના તમામ ફોન કૉલ્સ તેની પત્ની મેહજબીન શેખ જ ઉપાડે છે. મેહજબીન શેખ કરાચીના DC-13,Block,KDA,SCH-5 ના સરનામે રહે છે. એટલું જ નહી દાઉદનો સંદેશ જો કરાચીની બહાર કોઇને દેવાનો હોય તો તે સંદેશ દાઉદ ખુદ નથી આપતો પરંતું તેની પત્ની મેહજબીન શેખ પાસેથી અપાવવામાં આવે છે. સૂત્રોના જણાવ્યા અનુસાર દાઉદના દરેક મેસેજને દાઉદના લોકો સુધી પહોંચાડવાનું કામ તેન પત્ની મહેજબીન શેખ કરે છે.