RG Kar Case: આરજી કર હોસ્પિટલમાં ઘાયલ ડોક્ટરની માતાએ ફરી એકવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. શનિવારે (8 માર્ચ, 2025), આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર, પીડિતાની માતાએ કહ્યું કે, તે અને તેના પતિ ન્યાયની માંગ કરવા માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીને મળવા માંગે છે, એટલું જ નહીં, પીડિત માતાએ પશ્ચિમ બંગાળમાં મહિલાઓની સુરક્ષા પર પણ સવાલ ઉઠાવ્યા છે.

Continues below advertisement

મહિલા તબીબની માતાએ કહ્યું હતું કે, "હું પીએમને મળવા માંગુ છું અને તેમને અપીલ કરવા માંગુ છું કે તેઓ આ મામલે દરમિયાનગીરી કરે અને અમારી પુત્રીને ન્યાય અપાવવાની અમારી અપીલ પર વિચાર કરે." પીડિતાની માતાએ દાવો કરતાં જણાવ્યું હતું કે, "અમારી દીકરીએ મોટા સપનાં જોયાં હતાં અને અમે ક્યારેય વિચાર્યું ન હતું કે તેનું મોત જોવુ પડશે.  તે અમને છોડીને સાત મહિના થઈ ગયા છે, પરંતુ તે ક્યાંનો ન્યાય છે? અમારી પાસે મૃત્યુનું પ્રમાણપત્ર પણ નથી. જો મહિલા ડૉક્ટર તેના કાર્યસ્થળ પર અસુરક્ષિત હોય તો સલામતી ક્યાં છે?"

PMને મળવા પર BJP MLAએ શું કહ્યું?

Continues below advertisement

મહિલા ડૉક્ટરની માતાની વડાપ્રધાનને મળવાની ઈચ્છા પર પ્રતિક્રિયા આપતા ભાજપના ધારાસભ્ય અગ્નિમિત્રા પોલે કહ્યું, "વડાપ્રધાન સાથે મુલાકાત માટે સમય  લેવાનું કામ હાલ ચાલુ  છે. મને વિશ્વાસ છે કે અમારા વડાપ્રધાન તેમને (માતા-પિતાને) થોડો સમય આપશે અને તેમની અપીલ સાંભળશે."

'ભૂલશો નહીં, મમતા બેનર્જીએ આ પગલું ભર્યું'

જ્યારે તૃણમૂલ કોંગ્રેસના નેતા અને રાજ્યના નાણા પ્રધાન ચંદ્રિમા ભટ્ટાચાર્યનો સંપર્ક કરવામાં આવ્યો ત્યારે જણાવ્યું હતું કે, "આ દેશમાં કોઈપણ વ્યક્તિને વડાપ્રધાન સાથે મુલાકાત લેવાનો અને તેમને મળવાનો અધિકાર છે, પરંતુ આપણે એ ન ભૂલવું જોઈએ કે અમારા નેતા મમતા બેનર્જીએ પહેલું પગલું ભર્યું અને ગુનેગારની ધરપકડ કરવામાં આવી. તપાસ એજન્સી પણ તેના તારણોથી અલગ ન થઇ શકે.