દિલ્હી AI Summit માં યુથ કોંગ્રેસનો હંગામો, ટી-શર્ટ ઉતારી કર્યા સૂત્રોચ્ચાર, ભાજપે કહ્યું- દેશ વિરોધી કૃત્ય
India AI Impact Summit 2026: દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત 'ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ' (India AI Impact Summit) માં યુથ કોંગ્રેસે ભારે હંગામો કર્યો હતો.

India AI Impact Summit 2026: દિલ્હીના ભારત મંડપમમાં આયોજિત 'ઈન્ડિયા એઆઈ ઈમ્પેક્ટ સમિટ' (India AI Impact Summit) માં યુથ કોંગ્રેસે ભારે હંગામો કર્યો હતો. યુથ કોંગ્રેસે ભારત-અમેરિકા ટ્રેડ ડીલના વિરોધમાં કેન્દ્ર સરકાર સામે પ્રદર્શન કર્યું હતું. પોલીસે તમામ પ્રદર્શનકારીઓની અટકાયત કરી છે અને તેમની પૂછપરછ કરવામાં આવી રહી છે. ઈન્ડિયન યુથ કોંગ્રેસે એક્સ (X) પર પોસ્ટ કરીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી પર નિશાન સાધ્યું અને તેમની સરકારની વિદેશ નીતિ પર સવાલો ઉઠાવ્યા હતા.
ભારત મંડપમમાં પીએમ મોદીના વિરોધમાં લાગ્યા સૂત્રો
યુથ કોંગ્રેસે કહ્યું કે, 'જ્યારે વિદેશ નીતિમાં ઝુકાવ, કોર્પોરેટ દબાણ અને મૌન હાવી હોય ત્યારે સ્પષ્ટ છે કે પીએમ મોદી 'કોમ્પ્રોમાઈઝ્ડ' (Compromised) છે. આ સત્યને ખુલ્લું પાડવા માટે ભારતીય યુવા કોંગ્રેસના જાંબાઝ કાર્યકરો AI Summit માં પહોંચ્યા અને કોમ્પ્રોમાઈઝ્ડ પીએમ વિરુદ્ધ વિરોધ પ્રદર્શન કર્યું. દેશની અસ્મિતા સાથે કોઈ સમાધાન નહીં. ઈન્કિલાબ ઝિંદાબાદ.'
#WATCH | AI समिट के दौरान भारत मंडपम में ट्रेड डील को लेकर यूथ कांग्रेस कार्यकर्ताओं का हंगामा@romanaisarkhan | @vishalpandeykhttps://t.co/smwhXUROiK#BharatMandapam #Delhi #YouthCongress #Protest #AISummit #ABPNews pic.twitter.com/GUY1457Cdz
— ABP News (@ABPNews) February 20, 2026
ભાજપના રાહુલ ગાંધી પર પ્રહાર
ભાજપ આઈટી સેલના વડા અમિત માલવિયાએ એક્સ પર પોસ્ટ કરીને રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે, 'જ્યારે ભારત એક પ્રતિષ્ઠિત વૈશ્વિક એઆઈ સમિટની યજમાની કરી રહ્યું છે ત્યારે કોંગ્રેસ પાર્ટીએ ગરિમાને બદલે તેમાં અવરોધ ઊભો કરવાનો રસ્તો પસંદ કર્યો. રાહુલ ગાંધીના નેતૃત્વમાં કોંગ્રેસના કાર્યકરોએ સમિટના સ્થળે અર્ધનગ્ન થઈને પ્રદર્શન કર્યું, જે સ્પષ્ટપણે ભારતને વૈશ્વિક મંચ પર શરમિંદુ કરવાના ઉદ્દેશ્યથી કરવામાં આવેલું કૃત્ય હતું. રાજકીય વિરોધ કરવો એ લોકશાહી અધિકાર છે, પરંતુ ભારતની વૈશ્વિક છબીને ખરડવી એ નહીં.'
આ દેશ વિરોધી હરકત છે: ભાજપ
ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ જણાવ્યું કે, 'કોંગ્રેસે વિશ્વની સામે દેશનું અપમાન કર્યું છે. આ લોકો અર્બન નક્સલની જેમ વર્તન કરી રહ્યા છે. ભારતના ઈતિહાસમાં આવું પહેલા ક્યારેય નથી બન્યું. કોંગ્રેસ અને રાહુલ ગાંધીએ સાબિત કર્યું છે કે તેઓ દેશના વિરોધમાં ઊભા છે. આ દેશ વિરોધી કૃત્ય છે. કોંગ્રેસને દેશના વિકાસ પ્રત્યે નફરત છે.'























