Delhi Assembly Elections 2025: દિલ્હીમાં વિધાનસભા ચૂંટણીની તારીખ જાહેર કરવામાં આવી છે. આ પછી દેશની રાજધાનીમાં રાજકીય માહોલ ગરમાયો  છે. આ સમયે દરેકના મનમાં સવાલ એ છે કે આ વખતે દિલ્હીમાં કોની સરકાર બનશે. આ દરમિયાન વિધાનસભાની ચૂંટણી અંગેના પ્રથમ સર્વેએ સૌને ચોંકાવી દીધા છે.


ટાઇમ્સ નાઉ જેવીસી પોલમાં AAP અને BJP વચ્ચે ખૂબ જ નજીકની સ્પર્ધાની ભવિષ્યવાણી કરવામાં આવી છે. ત્રણ પરિબળોના આધારે કરાયેલા આ સર્વેમાં ભાજપ સત્તાની ખૂબ નજીક અથવા બહુમતીથી આગળ જતું જણાય છે.


જો માત્ર આમ આદમી પાર્ટીએ મફતના વાયદા આપ્યા તો શું થશે?


ભાજપે હજુ સુધી સત્તાવાર રીતે મહિલાઓ માટે સહાયનું વચન આપ્યું નથી. બીજી તરફ આમ આદમી પાર્ટીએ માસિક 2100 રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ટાઈમ્સ નાઉ જેવીસી સર્વે અનુસાર, આ સંજોગોમાં આમ આદમી પાર્ટીને સીધો ફાયદો થઈ શકે છે. તેમને 55 ટકા મહિલાઓના વોટ મળી શકે છે. જ્યારે ભાજપને 39 ટકા, કોંગ્રેસને 5 ટકા અને અન્યને 1 ટકા મહિલા મતદારોનું સમર્થન મળી શકે છે.


આમ આદમી પાર્ટીને મહિલા અને પુરૂષ મતદારોમાંથી લગભગ 51.30 લાખ મત (51.20 ટકા) મળી શકે છે. બીજી તરફ ભાજપને 40.63 ટકા વોટ સાથે 40.70 લાખ વોટ મળી શકે છે.  અન્યને 1.54 ટકા વોટ મળી શકે છે. જો સીટોની વાત કરીએ તો આમ આદમી પાર્ટીને 56-60 સીટો અને બીજેપીને 10-14 સીટો મળી શકે છે. આવા સંજોગોમાં કોંગ્રેસનું ખાતું પણ નહીં ખૂલે.


ભાજપના વાયદા બાદ શું પરિણામ આવી શકે ?


આ સર્વેમાં કહેવામાં આવ્યું છે કે જો ભાજપ મહિલાઓ માટે લાડલી બહેના જેવી સ્કીમ લાવે તો તેનો ફાયદો તેમને મળી શકે છે. આ દરમિયાન તેમને 45 ટકા મહિલા મતદારોનું સમર્થન મળી શકે છે. જ્યારે, 50 ટકા આમ આદમી પાર્ટીને જ પસંદ કરશે. જ્યારે કોંગ્રેસને 4 ટકા અને અન્યને 1 ટકા વોટ મળી શકે છે. આવા સંજોગોમાં આમ આદમી પાર્ટીને 47.37 લાખ (47.29 ટકા) વોટ મળી શકે છે. ભાજપને 45.05 લાખ (44.99 ટકા) મળી શકે છે. કોંગ્રેસને 6.16 ટકા અને અન્યને 1.54 ટકા વોટ મળી શકે છે.


આ સંજોગોમાં ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે ગાઢ મુકાબલો થઈ શકે છે. AAPને 33-37 બેઠકો મળી શકે છે, જ્યારે ભાજપને 33-36 બેઠકો મળવાનું અનુમાન છે. કોંગ્રેસને પણ એક બેઠક મળી શકે છે.


આ સંજોગોમાં ભાજપ જીતી શકે છે


જો કોંગ્રેસ 2500 રુપિયાવાળી પ્યારી દીદી યોજના અને અન્ય મફતના વાયદાઓ પર ભાર મૂકે છે, તો આમ આદમી પાર્ટીને નુકસાન થઈ શકે છે. સર્વે અનુસાર,  જો કોંગ્રેસ પોતાના વાયદાઓનો સારી રીતે પ્રચાર કરે તો તેને 7.5 ટકા વોટ મળી શકે છે. આ સંજોગોમાં AAPને 44.74 ટકા અને ભાજપને 46.16 ટકા વોટ મળવાની ધારણા છે. આ સંજોગોમાં આમ આદમી પાર્ટી બહુમતીમાં પાછળ રહી શકે છે. આ સમયગાળા દરમિયાન આમ આદમી પાર્ટીને 27થી 33 બેઠકો મળી શકે છે. ભાજપ 37-41 બેઠકો જીતીને સરકાર બનાવી શકે છે. આવા સંજોગોમાં કોંગ્રેસ માત્ર 0-2 બેઠકો સુધી મર્યાદિત રહી શકે છે. 


AAP, ભાજપ કે કોંગ્રેસ, કોણ જીતશે દિલ્હીનું દંગલ? CVoter સર્વેમાં ખુલ્યું મોટું રહસ્ય