Delhi Blast Case:દિલ્હી વિસ્ફોટોની તપાસ દરમિયાન, આતંકવાદી દાનિશના ફોનમાંથી ઘણી મહત્વપૂર્ણ માહિતી બહાર આવી છે. તેના ડિલીટ કરેલા ઇતિહાસ, ફોટા, વીડિયો અને એપ ડેટાને સ્કેન કરવાથી જાણવા મળ્યું કે, તે ડ્રોન ટેકનોલોજી અને શસ્ત્રો પર સક્રિય રીતે કામ કરી રહ્યો હતો.

Continues below advertisement

ફોનમાંથી ડઝનબંધ ડ્રોન ઇમેજ મળી આવી

તપાસ દરમિયાન, દાનિશના ફોનમાંથી ડઝનબંધ ડ્રોન છબીઓ મળી આવી હતી. આમાં હમાસ દ્વારા ઉપયોગમાં લેવાતા ડ્રોન જેવા જ ડિઝાઇનનો સમાવેશ થતો હતો. આ છબીઓ સ્પષ્ટપણે દર્શાવે છે કે, દાનિશ લાંબા સમયથી ડ્રોન ટેકનોલોજીનો અભ્યાસ કરી રહ્યો હતો. પૂછપરછ દરમિયાન, દાનિશે સ્વીકાર્યું કે તે ડ્રોન હુમલાની તૈયારી કરી રહ્યો હતો. તે 25 કિલોમીટર સુધી ઉડી શકે અને હુમલો કરી શકે તેવા હળવા વજનના ડ્રોન વિકસાવવાનો પ્રયાસ કરી રહ્યો હતો.

Continues below advertisement

ફોનમાંથી રોકેટ લોન્ચર અને વિસ્ફોટકોના વીડિયો મળી આવ્યા

ડ્રોનની તસવીરો ઉપરાંત, ફોનમાંથી રોકેટ લોન્ચરની ઘણી તસવીરો પણ મળી આવી હતી. ડ્રોનથી વિસ્ફોટક કેવી રીતે કરવો,તે દર્શાવતા ડઝનબંધ વીડિયો પણ મળી આવ્યા હતા. તપાસમાં એ પણ બહાર આવ્યું છે કે, આ બધા વીડિયો અને માહિતી એક ખાસ એપ દ્વારા દાનિશને મોકલવામાં આવી રહી હતી. આ એપ પર ઘણા વિદેશી નંબરો પણ મળી આવ્યા છે, જેની તપાસ હવે રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA) દ્વારા કરવામાં આવી રહી છે.

તપાસ એજન્સીઓ માને છે કે, દાનિશે ડ્રોન ટેકનોલોજીનું નોંધપાત્ર જ્ઞાન મેળવ્યું હતું અને તે કોઈ મોટી દુર્ઘટનાને આકાર આપવાની તૈયારી કરી રહ્યો હતો. તપાસ ચાલુ છે, અને એજન્સીઓ દાનિશના નેટવર્ક અને વિદેશી સંપર્કોની પણ તપાસ કરી રહી છે.

જમ્મુ અને કાશ્મીરમાં NIAના દરોડા

ગયા મહિને દિલ્હીમાં લાલ કિલ્લા પાસે થયેલા કાર બોમ્બ વિસ્ફોટની તપાસના ભાગ રૂપે, NIA સોમવારે જમ્મુ અને કાશ્મીર અને ઉત્તર પ્રદેશમાં અનેક સ્થળોએ દરોડા પાડ્યા હતા. NIA દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, અનેક આરોપીઓ અને શંકાસ્પદોના પરિસરની તપાસ દરમિયાન વિવિધ ડિજિટલ ઉપકરણો અને અન્ય ગુનાહિત સામગ્રી જપ્ત કરવામાં આવી હતી. નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, જમ્મુ અને કાશ્મીરના શોપિયા, કુલગામ, પુલવામા અને અવંતીપોરા જિલ્લામાં કુલ આઠ સ્થળો અને ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં એક સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતા.