Delhi News: દિલ્હીમાં સત્તાથી બહાર થયા પછી, આમ આદમી પાર્ટી (AAP) તેની આગામી વ્યૂહરચના પર કામ કરી રહી છે અને હજુ સુધી મુખ્યમંત્રીના નામની જાહેરાત ન કરવા બદલ ભાજપ પર પ્રહારો કરી રહી છે, 'આપ'ના નેતા ગોપાલ રાયે કહ્યું, "ચૂંટણી પૂરી થયાને 10 દિવસ થઈ ગયા છે. ભાજપ હજુ મુખ્યમંત્રી અને મંત્રીઓ નક્કી કરી શકી નથી. ભાજપ પાસે ન તો ગઈકાલે મુખ્યમંત્રી હતા અને ન તો આજે.


ન્યૂઝ એજન્સી ANI સાથે વાત કરતા AAP ધારાસભ્ય ગોપાલ રાયે કહ્યું, “મુખ્યમંત્રીના ચહેરાને લઈને ભાજપમાં ઝઘડો ચાલી રહ્યો છે. ભાજપમાં જૂથવાદ છે. મને લાગે છે કે આગામી 5 વર્ષમાં દિલ્હીને ત્રણ મુખ્યમંત્રી મળશે. એવું લાગે છે કે દિલ્હીમાં અસ્થિર સરકાર ચાલશે, ગોપાલ રાયે વધુમાં કહ્યું કે, પીએમ વિદેશથી પરત ફર્યા છે. હજુ સુધી મુખ્યમંત્રીની જાહેરાત કેમ કરવામાં આવી નથી? ભાજપ મુખ્યમંત્રીને લઈને તારીખ પછી તારીખ આપી રહી છે. દિલ્હીની ચૂંટણીમાં આ વખતે મતદારો ગભરાટમાં હતા. ચૂંટણીમાં મની પાવરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.


19મી ફેબ્રુઆરીએ AAPની મોટી બેઠક


પોતાની પાર્ટીની રણનીતિ અંગે ગોપાલ રાયે કહ્યું, "આમ આદમી પાર્ટીનું સંગઠન દરેક કામમાં દિલ્હીની જનતાની સાથે રહેશે." અમે કાલે પણ દિલ્હીના લોકોનો અવાજ હતા અને આજે પણ છીએ. 19મીએ દિલ્હીમાં AAPની બેઠક મળશે જેમાં સંગઠન અને દિલ્હી અંગે શું કરવું તે નક્કી કરીશું.


20 ફેબ્રુઆરીએ દિલ્હીમાં શપથગ્રહણ


તમને જણાવી દઈએ કે એવી માહિતી આવી રહી છે કે ભાજપ 19 ફેબ્રુઆરીના રોજ ધારાસભ્ય દળની બેઠક બોલાવશે. આ પછી 20 ફેબ્રુઆરીએ શપથ ગ્રહણ થશે. આ માટે રામલીલા મેદાન નક્કી કરવામાં આવ્યું છે. શપથ ગ્રહણ માટે ભાજપ દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. વિધાનસભા ચૂંટણીમાં ભાજપને 48 અને AAPને 22 બેઠકો મળી હતી. આ સાથે જ દિલ્હીમાં AAPના 10 વર્ષના વર્ચસ્વનો અંત આવ્યો.


દિલ્હીના કાર્યકારી મુખ્યમંત્રી આતિશીએ ભાજપ પર સવાલો ઉઠાવ્યા અને કહ્યું કે ચૂંટણીના પરિણામો આવ્યાને 10 દિવસ થઈ ગયા છે પરંતુ ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ દિલ્હીના મુખ્યમંત્રી પદ માટે કોઈ ઉમેદવારનું નામ પસંદ કરી શક્યું નથી. આતિશીએ કહ્યું કે આ વિલંબનું કારણ તેમના ધારાસભ્યો પર લાગેલા ભ્રષ્ટાચારના આરોપો છે જેના કારણે ભાજપનું કેન્દ્રીય નેતૃત્વ દિલ્હી માટે યોગ્ય ચહેરો શોધી શકતું નથી.



આ પણ વાંચો....


AAP નું રાજ ખતમ થતાં જ એલજી એક્શનમાં, યમુના સફાઈ અભિયાન શરૂ, 3 વર્ષમાં નદીને...